Mahakumbh 2025: અત્યાર સુધીમાં 60 કરોડ ભક્તો કરી ચૂક્યા છે સ્નાન

Mahakumbh 2025: અત્યાર સુધીમાં 60 કરોડ ભક્તો કરી ચૂક્યા છે સ્નાન
Email :

પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 60 કરોડને પાર પહોંચી ગઈ છે. શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 71 લાખ 18 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરાત્રિ પર છે. જેમાં 4 દિવસ બાકી છે. પરંતુ તે પહેલા જ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ છે.

મહાકુંભમાં ભક્તોની સતત વધતી જતી ભીડ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ અનુકૂળ વાતાવરણનું પરિણામ

મહાકુંભમાં ભક્તોની સતત વધતી જતી ભીડ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ અનુકૂળ વાતાવરણનું પરિણામ છે કે અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભ 2025 પ્રયાગરાજમાં આસ્થાનું પવિત્ર સ્નાન કર્યું છે. આ સારા વાતાવરણનું પરિણામ છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 13 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દેશની અડધી વસ્તીએ પવિત્ર સ્નાન કર્યું છે. આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવીને સ્નાન કર્યું છે.

શનિવારે ભક્તોની ભીડ ઉમટી હતી

શનિવારે પણ મહાકુંભમાં ભક્તોની ભીડ. બપોરે 12:00 થી સવારે 10:00 વાગ્યા સુધી 58000 વાહનો પ્રયાગરાજ કુંભ મેળામાં આવ્યા છે. ડીઆઈજી મહાકુંભ વૈભવ ક્રિષ્નાએ કહ્યું કે શિવરાત્રીના સ્નાનને લઈને વધુ ફોર્સ તૈનાત કરવામાં આવશે. ભક્તો માટે વધુ ઘણા ફેરફારો કરવામાં આવશે.

કેટલીક જગ્યાએ જ્યાં વધુ ભીડ હોય ત્યાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. અમારી ટીમ કોઈ પણ પ્રકારના વીડિયો ન બનાવવા માટે જાહેરાત કરતી રહે છે પરંતુ કેટલાક ગુનાહિત પ્રકારના લોકો છે જેમણે આવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. અમે આ મામલે FIR દાખલ કરી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

શું છેલ્લા દિવસે તૂટી જશે રેકોર્ડ?

મહાકુંભનું અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીએ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસે રેકોર્ડ બની શકે છે. આ દાવો એટલા માટે પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે અત્યાર સુધીના મુખ્ય સ્નાન પર નજર કરીએ તો 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે 1 કરોડ 70 લાખ લોકો આવ્યા હતા. 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પર 3 કરોડ 50 લાખ લોકો સ્નાન કરવા આવ્યા હતા, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પર 7 કરોડ 64 લાખ લોકો સ્નાન કરવા આવ્યા હતા. 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ 2 કરોડ 57 લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. 12 ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમાના દિવસે 2 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. હવે મહાશિવરાત્રિનું સ્નાન બાકી છે અને મહાકુંભના સમાપન પહેલાનો છેલ્લો સપ્તાહ છે. આથી દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગના ભક્તો આ સપ્તાહના અંતે સંગમમાં ડૂબકી લગાવી શકે છે.

Related Post