Mahakumbh 2025: મહાશિવરાત્રિના મહાસ્નાન પહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 64 કરોડને પાર

Mahakumbh 2025: મહાશિવરાત્રિના મહાસ્નાન પહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 64 કરોડને પાર
Email :

મહાશિવરાત્રિના પાવન અવસરે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. જો કે હાલમાં પણ મહાકુંભમાં લાખોની સંખ્યામાં લોકો હાજર છે. મહાકુંભના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. જેને લઇને મેળાક્ષેત્રમાં નો વ્હિકલ ઝોન જાહેર કરાયો હતો. ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમમાં રોજ કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવીને શાંતિ અને મોક્ષની કામના કરે છે.

64 કરોડ લોકોએ કર્યુ સ્નાન

મહાશિવરાત્રીના મહાસ્નાન પહેલા કરોડો ભક્તો ઉમટી પડ્યા છે. આંકડો 64 કરોડને પાર પહોંચ્યો. અત્યાર સુધીમાં 64 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. જે જોતા મહાશિવરાત્રી પર આ આંકડો 66 કરોડને પાર થાય તેવી શક્યતા છે. અહીં પહોંચેલા સનાતન ધર્મના અનુયાયીઓની સંખ્યા એટલી મોટી છે કે તેઓ આજ સુધી વિશ્વમાં બીજે ક્યાંય ભેગા થયેલા જોવા મળ્યા નથી. ગંગા સ્નાન કરનારા ભક્તોની આંકડો સાત વખત 2 કરોડની પાર પહોંચી ગયો છે.

આંકડો 66 કરોડને પાર પહોંચી શકે

છેલ્લા 10 દિવસમાં દર એક દિવસે સવા કરોડથી વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યા છે. મહાકુંભ ક્ષેત્રની સાથે સાથે આખા દેશમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં વિવિધ દેશોમાંથી પ્રયાગરાજમાં વિદેશી ભક્તોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે. જો આપણે ફક્ત મુખ્ય સ્નાન વિશે વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન 17 કરોડથી વધુ ભક્તો સંગમ કિનારે પહોંચ્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી.

અમૃત સ્નાનનો કરોડો લોકોએ લીધો લાભ

દરેક અમૃત સ્નાન પર મહાકુંભ નગરમાં મોટી ભીડ એકઠી થતી. દરેક અમૃત સ્નાન પ્રસંગે, 2.5 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. મહાકુંભમાં આવું 12 વખત બન્યું છે, જ્યારે સંગમની રેતી પર ગંગા સ્નાન કરવા દોઢ કરોડ લોકોએ ભાગ લીધો હતો.

મહાશિવરાત્રિને લઇને તૈયારીઓ તેજ

મહાકુંભના આ દિવ્ય અને ભવ્ય આયોજનમાં મહાશિવરાત્રિના અંતિમ મહત્વપૂર્ણ સ્નાનને લઇને તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. સીએમ યોગીએ તેને લઇને વિશેષ નિર્દેષ આપ્યા છે. જે અંતર્ગત સ્વાસ્થ્ય અને સુરક્ષાની જવાબદારી સંભાળનારા ટોપના અધિકારીઓને સમગ્ર મેળા ક્ષેત્રમાં 24 કલાક તૈનાત રહેવાનું કહેવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ નિર્વિધ્ય પવિત્ર સ્નાન અને ધા્ર્મિક અનુષ્ઠાન કરી શકે.

Related Post