Mahakumbh 2025: પ્રયાગરાજમાં દર 4 મિનિટે એક ટ્રેનનું થઈ રહ્યું છે સંચાલન

Mahakumbh 2025: પ્રયાગરાજમાં દર 4 મિનિટે એક ટ્રેનનું થઈ રહ્યું છે સંચાલન
Email :

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દર 4 મિનિટે એક ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાનું ભાવનગર રેલવે ડિવિઝનના એડીઆરએમ શર્માએ જણાવ્યુ છે. તેઓએ કુંભમેળા બાબતે યાત્રિકોને અફવા પર ધ્યાન નહીં આપવા પણ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતુ કે પ્રયાગરાજમાં કોઈ સ્ટેશન બંધ કરવામાં આવ્યા નથી. પ્રયાગરાજની આજુબાજુના સ્ટેશનો પરથી પણ મુસાફરોને લઈ જવામાં આવી રહ્યા છે.

પ્રયાગરાજમાં રેલવે તંત્ર 24 કલાક કામ કરી રહ્યુ છે

ભાવનગર રેલવે ડિવિઝનના એડીઆરએમ હિંમાશુ શર્માએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્રયાગરાજમાં રેલવે તંત્ર 24 કલાક કામ કરી રહ્યુ છે. કોઈ અફવા પર ધ્યાન ન આપવા યાત્રિકોને અનુરોધ છે. રવિવારે 330 ટ્રેન પ્રયાગરાજથી દોડવાઈ હતી. આજે સોમવારે પણ 130 ટ્રેન ચલાવવામાં આવી છે. દર 4 મિનિટે પ્રયાગરાજ રેલવે સ્ટેશનેથી એક ટ્રેન દોડાવાઈ રહી છે. યાત્રિકોને લઈ જવા માટે અને પરત પોતાના શહેરમાં મોકલવા માટે રેલવે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઈ રહી છે. આ તકે સિનિયર ડીસીએમ માશુક અહમદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારે ભીડ ઉમટતા ભારે ટ્રાફિક જામ થયો

તમને જણાવી દઈએ કે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ભક્તો પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પ્રયાગરાજમાં ભારે ભીડ ઉમટતા ભારે ટ્રાફિક જામ થયો છે. કીડીયારૂ ઉભરાયુ હોય તેવી હાલત છે. 12 કલાકની મુસાફરી 20 કલાક ચાલી રહી છે. પ્રશાસન ખડે પગે ઉભુ છે અને ભીડ ન કરવાની સતત વિનંતી કરી રહ્યુ છે. આ સદીનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે અને દરરોજ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે.

અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું

મૌની અમાસ પર કુંભમેળા વિસ્તારમાં નાસભાગ બાદ વહીવટીતંત્ર વધુ સતર્ક છે અને તેથી જ પ્રયાગરાજમાં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે વિવિધ જિલ્લામાંથી પ્રયાગરાજમાં પ્રવેશતા રસ્તાઓ પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે અને લોકોને 8-10 કલાક સુધી જામમાં અટવાવું પડ્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે.

Related Post