Mahakumbh 2025: 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ જશે PM MODI, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

Mahakumbh 2025: 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ જશે PM MODI, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી
Email :

આસ્થાનો સૌથી મોટો ધાર્મિક પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ,  અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે પીએમ મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે. આ પહેલા પીએમ 2019માં કુંભમાં પવિત્ર સ્નાન કર્યુ હતું.

10 વાગે પહોંચશે પ્રયાગરાજ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે, જ્યાંથી તેઓ 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે.

ક્યારે કરશે પવિત્ર સ્નાન ? 

પીએમ મોદી સવારે 11  વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11  થી 11.30  વાગ્યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી, પીએમ મોદી 11.45  વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12.30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.

સીએમ યોગી જશે પ્રયાગરાજ 

મહત્વનું છે કે સીએમ યોગી આજે પ્રયાગરાજ જશે. સીએમ યોગી આજે અક્ષય વડ અને સંગમ ઘાટ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર જશે. મહત્વનું છે કે આવતીકાલે પીએમ મોદી પ્રયાગરાજ આવવાના છે ત્યારે આજે તેઓ પ્રયાગરાજ જશે. હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે. 

શું પીએમ મોદી જશે અમેરિકા ? 

મળતી માહિતી મુજબ પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જઇ શકે છે. તેઓ ફ્રાન્સમાં એઆઇ સંમેલનમાં હાજરી આપ્યા બાદ અમેરિકા જઇ શકે છે. 13 ફેબ્રુઆરીએ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. જો કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છે. 

Related Post