આસ્થાનો ઉત્સવ એટલે મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. પ્રયાગરાજમાં એટલી બધી લોકોની ભીડ વધી ગઇ છે તે ચક્કજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ ભક્તો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. હવે માઘ પૂર્ણિમા આવી રહી છે. આ દિવસના અમૃત સ્નાનને લઇને ભીડ વધી શકે છે. જેને ધ્યાને રાખીને પ્રયાગરાજ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
માઘ પૂર્ણિમા સ્નાન માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર
આટલી મોટી ભીડ વચ્ચે પોલીસ અને વહીવટીતંત્ર માઘ પૂર્ણિમાના અમૃત સ્નાન પ્રક્રિયાને સુગમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને એક ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ શહેર તરફ આગળ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક પ્લાન જાહેર કર્યો છે. જે મુજબ આજે સવારે 4:00 વાગ્યાથી સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઇમરજન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે. જેમાં બહારથી આવતા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
બહારથી આવતા વાહનોને નો એન્ટ્રી
આજથી, મહાકુંભ મેળા માટે બહારથી આવતા ભક્તોના વાહનો સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે.
આજે સાંજે 5:00 વાગ્યા પછી પ્રયાગરાજ શહેરમાં નો વ્હીકલ ઝોન રહેશે. પરંતુ આવશ્યક અને કટોકટી સેવાઓ પૂરી પાડતા વાહનોને પ્રવેશ અપાશે.
પ્રયાગરાજ વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો જ પ્રવેશી શકશે.
આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભક્તો મેળા વિસ્તારમાંથી સરળતાથી બહાર નીકળી ન જાય.
પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને બહાર નીકળવા પરનો આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ પડશે.
વ્યવસ્થા જાળવવા સીએમ યોગીએ આપ્યા હતા આદેશ