Mahakumbhમાં 45 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી:

Mahakumbhમાં 45 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી
Email :

મહાકુંભ સમાપ્ત થવામાં હવે માત્ર 15 દિવસ બાકી છે, 13 જાન્યુઆરીએ આ ભવ્ય કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી મારી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે આ માહિતી આપી. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના અવસરે અંતિમ મુખ્ય સ્નાન સાથે સમાપ્ત થશે.

મંગળવારે સવારે 10 વાગ્યા સુધી 74.96 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું.

રાજ્ય સરકારે એક નિવેદનમાં કહ્યું કે મહાકુંભના અંત સુધીમાં લગભગ 55 કરોડ લોકો પ્રયાગરાજ આવવાની આશા છે. મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમીના ત્રણ મહત્વના 'અમૃતસ્નાન' પછી પણ પવિત્ર શહેરની મુલાકાતે આવતા યાત્રિકોનો ઉત્સાહ યથાવત છે.

વસંત પંચમી પર 2.57 કરોડ ભક્તોએ સ્નાન કર્યું.

મંગળવારે સવારે 10 વાગ્યા સુધી 74.96 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું. મૌની અમાસ પર ભક્તોની સૌથી વધુ ભીડ જોવા મળી હતી, કારણ કે તે દિવસે 8 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. આ દરમિયાન મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું અને વસંત પંચમી પર 2.57 કરોડ ભક્તોએ સ્નાન કર્યું.

હાલમાં સંગમ શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંગમમાં પવિત્ર ડૂબકી મારનારા અગ્રણી રાજકીય નેતાઓમાં સામેલ હતા. દરમિયાન, બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સાયના નેહવાલ, ક્રિકેટર સુરેશ રૈના અને કુસ્તીબાજ ખલીએ મહાકુંભમાં ભાગ લેનાર અગ્રણી હસ્તીઓમાં સામેલ હતા.

આ પહેલા 52 નવા IAS, IPS અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

હાલમાં સંગમ શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે, દરેક જગ્યાએ લોકો જોવા મળી રહ્યા છે, શહેરમાં ચારેકોર ટ્રાફીક જામ છે. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા કમિશનર પ્રયાગરાજ વિજય વિશ્વાસ પંત અને ડીઆઈજી અજય પાલ શર્મા રસ્તા પર ઉતરી આવ્યા છે. સીએમ યોગી પણ નજર રાખી રહ્યા છે. તેમણે આ અંગે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે. પાંચમું અમૃતસ્નાન બુધવારે છે. આ પહેલા 52 નવા IAS, IPS અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Related Post