Maharashtra: જો તમારી પાસે પાર્કિંગ નથી તો કાર બાઇક નહીં ખરીદી શકો

Maharashtra: જો તમારી પાસે પાર્કિંગ નથી તો કાર બાઇક નહીં ખરીદી શકો
Email :

મુંબઈમાં રહેતા હો કે મહરાષ્ટ્રનાં કોઈ શહેરમાં, પાર્કિંગ નહીં હોય તો કાર નહીં ખરીદી શકો તેવી સરકારી પોલિસી લાદવામાં આવે તેમ તૈયારીઓ થઈ છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા પરિવહન વિભાગને લગતા આવા નિયમો 100 દિવસમાં લાગુ પડે તેમ જાણવા મળે છે. ખાસ કરીને શહેરોમાં વધતા ટ્રાફિકના કારણે આવી નવી નીતિની અમલમાં આવશે. વાંચો શું નિયમો હોઇ શકે છે કાર કે બાઇક ખરીદવા માટેના.

મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાના કારણે નવી નીતિની જાહેરાત કરી છે. જે મુજબ નવી કાર અને બાઇક ખરીદવા માટે તમારી પાસે પાર્કિંગની જગ્યા હોવી જરૂરી છે. જો આવી કોઈ જગ્યા કે તેને લાગતો પુરાવો નથી તો કાર કે બાઇક જેવુ નવું વાહન ખરીદી શકાશે નહીં.

નવા નિયમો સાથેની નીતિ 100 દિવસમાં લાગુ થઈ શકે

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ સંદર્ભે માહિતી આપી હતી કે, વાહન ખરીદનારાઓએ સ્થાનિક મ્યુનિસિપલ દ્વારા પ્રમાણિત પાર્કિંગ જગ્યાના આધારો બતાવવા પડશે. આ નવા નિયમો સાથેની નીતિ 100 દિવસમાં લાગુ કરવાનું આયોજન છે. પરિણામે, વાહન ખરીદનારાઓએ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંબંધિત સત્તાધારીઓ પાસેથી પાર્કિંગ પ્રમાણપત્ર મેળવવું પડશે

 નવા વાહનોનું રજીસ્ટ્રેશન શક્ય બનશે નહીં

પાર્કિંગના પ્રમાણપત્ર વગર નવા વાહનોનું રજીસ્ટ્રેશન શક્ય બનશે નહીં. મુંબઈ મેટ્રોપોલિટન રિજન જેવા ભીડભાડવાળા સ્થળોએ કારના વેચાણ પર અસર પાડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. કારણ કે, મુંબઈમાં પાર્કિંગની જગ્યા મર્યાદિત છે, આ નીતિ નવા વાહન ખરીદદારો માટે પડકાર ઉભો કરશે. વધુમાં, નવા વાહનોના વેચાણમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

જાપાન જેવા દેશોથી પ્રેરિત નીતિ

 મળેલી માહિતી મુજબ આ પરિવાહ નીતિ જાપાન જેવા દેશોથી પ્રેરિત હોવાનું મનાય છે. આ પ્રકારના વિકસેલા દેશોમાં, વાહન નોંધણી માટે પાર્કિંગ જગ્યાના આધારો બતાવવા ફરજિયાત છે. આ નીતિ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એમ કહેવું છે કે, ટ્રાફિક ઘટાડવાની સરકારની રણનીતિનો એક ભાગ છે.

Leave a Reply

Related Post