Mahashivratri પર જાણીલો ભગવાન શિવના 5 પ્રતિક અને તેનો મહિમા:

Mahashivratri પર જાણીલો ભગવાન શિવના 5 પ્રતિક અને તેનો મહિમા
Email :

મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસ શિવ અને પાર્વતીના પવિત્ર મિલનનું પ્રતીક છે. જો કે શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે, પરંતુ ફાલ્ગુન મહિનાની ચતુર્દશીના દિવસે ઉજવાતી શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ કારણે તેને મહાશિવ રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચાગ પર નજર કરીએ તો આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે

હિંદુ કેલેન્ડર અનુસાર, મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11.08 કલાકે શરૂ થશે. 27 ફેબ્રુઆરીએ સવારે 08:54 વાગ્યે સમાપ્ત થશે.

26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો વિશેષ તહેવાર છે

26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો વિશેષ તહેવાર છે આ ખાસ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. બાબાની પૂજા અને ઉપવાસ કરીને ભોલેનાથને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. તેઓ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. ચાલો જાણીએ શિવ સાથે સંબંધિત 5 પ્રતીકો અને તેમનો મહિમા...

ભગવાન શિવના 5 પ્રતિક અને તેનો મહિમા

ડમરુ: વિશ્વનું પ્રથમ સંગીત વાદ્ય

ત્રિશુળ: દેવી જગદંબાની સર્વોચ્ચ શક્તિ ત્રિશુળમાં સમાયેલી છે

ભસ્મ: વૈરાગ્ય અને મોક્ષનું પ્રતિક

રૂદ્રાક્ષ: શિવજીના અશ્રુઓથી ઉત્ત્પન્ન આદ્યાત્મિક ઉન્નતિ કરાવે

તિલક-ત્રિપુંડઃ રજોગુણ, તમોગુણ, સત્વગુણનું પ્રતિક

ડમરુઃ

ભગવાન શિવનું ડમરુ બ્રહ્માંડનું પ્રતીક છે. સૃષ્ટિનો નિયમ છે કે બ્રહ્માંડ વિસ્તરશે અને પછી પતન થશે. ભગવાન શિવના ડમરુને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિતપણે ડમરુ વગાડવામાં આવે છે ત્યાં ક્યારેય અશુભ નથી થતું.

ત્રિશુળ:

ત્રિશુળનો અર્થ છે જે બધા દુઃખોનો અંત લાવે છે. જીવન સ્તરે, તમામ મુશ્કેલીઓ અને દુ:ખો - ભૌતિક (શારીરિક), આધ્યાત્મિક (માનસિક) અને દૈવી (અદ્રશ્ય) - ત્રિશુળ દ્વારા સમાપ્ત થાય છે, જેના નિયંત્રક ભગવાન શિવ માનવામાં આવે છે. ત્રિશુળનો ઉપયોગ દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે થાય છે. ત્રિશુળને સત્વ, રજ અને તમસ ગુણોનું પણ પ્રતિક માનવામાં આવે છે.

રૂદ્રાક્ષઃ

ભગવાન શિવના આંસુમાંથી રૂદ્રાક્ષની રચના થાય છે. રુદ્રાક્ષનો ઉપયોગ ગ્રહોની શાંતિ, ઝવેરાત અને આધ્યાત્મિક લાભ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ ધ્યાન માટે પણ થાય છે.

ત્રિપુંડઃ

ત્રિપુંડ એટલે ભગવાન શિવના કપાળ પર ત્રણ સમાંતર રેખાઓથી બનેલું તિલક. ભગવાન શિવના આ ત્રિપુંડ તિલકને સતોગુણ (શુદ્ધતા, સંતુલન અને દયા), રજોગુણ (શંકા, જુસ્સો અને અભિમાન) અને તમોગુણ (વિનાશ, આળસ, અશુદ્ધિ)નું પ્રતીક માનવામાં આવે છે.

ભસ્મ:

વૈરાગ્ય અને મોક્ષનું પ્રતિક માનવામાં આવે છે. શિવજીએ તેમના અંગો પર સ્મશાનની ભસ્મ ચોળીને એ દર્શાવ્યુ છે કે સંસાર મિથ્યા છે મોક્ષ અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ભસ્મ જરૂરી છે

Related Post