મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SML Isuzu ખરીદશે: કંપની પ્રમોટર સુમિતોમો કોર્પોરેશન પાસેથી સંપૂર્ણ હિસ્સો ખરીદી શકે છે

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SML Isuzu ખરીદશે:કંપની પ્રમોટર સુમિતોમો કોર્પોરેશન પાસેથી સંપૂર્ણ હિસ્સો ખરીદી શકે છે
Email :

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટૂંક સમયમાં SML Isuzuમાં હિસ્સો ખરીદી શકે છે. અહેવાલો અનુસાર, મહિન્દ્રા આ કંપનીમાં પ્રમોટરોનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો કરી રહી છે. SML Isuzu એક ભારતીય કંપની છે જે નાના અને મીડિયમ સાઈઝના વાણિજ્યિક વાહનોનું ઉત્પાદન કરે છે. આ ડીલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ટ્રક અને બસ સેગમેન્ટમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, MM SML Isuzuના શેર ₹1,400 થી ₹1,500 પ્રતિ શેરના ભાવે ખરીદવા માંગે છે. SML Isuzuના શેર 3% વધીને ₹1,703 થયા આ સમાચાર પછી, આજે 24

માર્ચે SML Isuzuના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. SML Isuzuના શેર 3.09% વધીને ₹1,703 પર બંધ થયા. આ કંપનીનું વર્તમાન માર્કેટ કેપ 2,500 કરોડ રૂપિયા છે. એમ એન્ડ એમના શેર 0.89% ઘટીને રૂ. 2,777 પર બંધ થયા. અહેવાલો અનુસાર, MMનું બોર્ડ આ અઠવાડિયે મળનારી બેઠકમાં SML Isuzuમાં પ્રમોટરોનો હિસ્સો ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જોકે, MM એ આ સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સુમિતોમો SML Isuzuમાં 43.96% હિસ્સો ધરાવે છે ડિસેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં, પ્રમોટર સુમિતોમો કોર્પોરેશન પાસે SML Isuzuમાં 43.96% હિસ્સો હતો. જ્યારે Isuzu

મોટર્સનો હિસ્સો 15% છે. જૂન 2023 માં, એક અહેવાલમાં જણાવાયું હતું કે જાપાની કંપની સુમિતોમો કોર્પોરેશન તેના ભારતીય યુનિટમાંથી બહાર નીકળવાનું વિચારી રહી છે અને JBM ઓટો તેનો હિસ્સો ખરીદવામાં રસ દાખવી રહી છે. SML Isuzu​​​​​​​નો નેટ પ્રોફિટ 80.22% ઘટ્યો ડિસેમ્બર ક્વાર્ટરમાં SML Isuzu​​​​​​​નો નેટ પ્રોફિટ 80.22% ઘટીને રૂ. 53 લાખ થયો, જ્યારે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 2.68 કરોડ હતો. કંપનીની આવક પણ ત્રીજા ક્વાર્ટરમાં 14.07% ઘટીને રૂ. 331.80 કરોડ થઈ ગઈ, જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં તે રૂ. 386.13 કરોડ હતી.

Leave a Reply

Related Post