ચહલની હેટ્રિક પર મહવશ 'ક્લીન બોલ્ડ': રૂમર્ડ ગર્લફ્રેન્ડે ક્રિકેટરને યોદ્ધા ગણાવ્યો, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ

ચહલની હેટ્રિક પર મહવશ 'ક્લીન બોલ્ડ':રૂમર્ડ ગર્લફ્રેન્ડે ક્રિકેટરને યોદ્ધા ગણાવ્યો, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ
Email :

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ આજકાલ તેમની લવ લાઇફના કારણે ચર્ચામાં છે. બંને વચ્ચે ડેટિંગની અવારનવાર ચર્ચાઓ થઈ રહી છે. જોકે, હજુ સુધી બંનેએ પોતાના સંબંધને ઓફિશિયલ મહોર મારી નથી. તેવામાં આરજે મહવશની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તે યુઝવેન્દ્ર પર પ્રેમ વરસાવતી અને તેની પ્રશંસા કરતી જોવા મળી રહી છે. બુધવાર, 30 એપ્રિલે IPL 2025ની 49મી મેચ 'ચેન્નાઈ સુપર કિંગ્સ' અને 'પંજાબ કિંગ્સ' વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે

19મી ઓવરમાં સતત ત્રણ વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી, જેમાં એમએસ ધોનીની વિકેટનો પણ સમાવેશ થાય છે. આ પછી દરેક વ્યક્તિએ યુઝવેન્દ્ર ચહલના ખૂબ વખાણ કર્યા, જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશનો પણ સમાવેશ થતો હતો. ચહલની હેટ્રિક પર મહવશે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે લખ્યું - 'ગૉડ મોડ ઑન ક્યા?' યુઝવેન્દ્ર ચહલ, તમારી અંદર એક યોદ્ધાની તાકાત છે, સાહેબ. મહવશે ઘણી વાર ચહલની પ્રશંસા કરી છે નોંધનીય છે કે, આ પહેલી વાર

નથી જ્યારે મહવશે ચહલના જોરદાર પ્રદર્શન પછી તેની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેણીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચહલની પ્રશંસા કરતી સ્ટોરી પોસ્ટ કરી ચૂકી છે. ચહલ સાથે અફેરની ચર્ચા મહવશનું નામ યુઝવેન્દ્ર ચહલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જ્યારે ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થયાં ન હતાં, ત્યારે પણ તેમના ડેટિંગની ચર્ચાઓ થવા લાગી હતી. ઉપરાંત મહવશ અને ચહલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પણ સાથે પહોંચ્યા હતા, ત્યારબાદ તેમના અફેરની ચર્ચાઓ વધુ વેગ પકડવા લાગી.

Leave a Reply

Related Post