55 લાખના MD ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ: નાસતો ફરતો કાપડ વેપારી સુરત છોડીને ઓડિશા ભાગ્યો, શહેરમાં આવતાની સાથે જ ઝડપાયો

55 લાખના MD ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:નાસતો ફરતો કાપડ વેપારી સુરત છોડીને ઓડિશા ભાગ્યો, શહેરમાં આવતાની સાથે જ ઝડપાયો
Email :

સુરત શહેરમાં નશાની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 55 લાખના એમ.ડી. ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી મોહમદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલીયા મોહમદ આદમ શેખની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી કાપડના વેપારી હોવાની વિગતો બહાર આવી છે. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ સચીન કપલેથા ચેકપોસ્ટ નજીકથી અગાઉ 16 નવેમ્બર 2024ના રોજ 3 ઇસમોને 554.82 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, રોકડ રૂપિયા 53,750, મોબાઈલ ફોન અને ફોર વ્હીલર કાર સહિત

કુલ રૂપિયા 58.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન આરોપી મોહમદ શાહનવાઝ આદમ શેખનું નામ ખુલ્યું હતું, જે બાદ તે ફરાર થઈ ગયો હતો. શહેરમાં આવતાની સાથે જ ઝડપાયો પોલીસ તપાસમાં ખુલ્યું કે, ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ મોહમદ શાહનવાઝ સુરત છોડીને ઓરિસ્સાના બરહમપુર ભાગી ગયો હતો. જોકે, તે ફરી એક દિવસ માટે સુરત પરત આવ્યો હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાંચની ટીમે અડાજણ બસ ડેપો પાસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો. ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની

કાર્યવાહી યથાવત ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા વેપારીઓ અને માફિયાઓ સામે સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. આરોપી મોહમદ શાહનવાઝની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે, તે કોના મારફતે ડ્રગ્સ મંગાવતો હતો અને કોને સપ્લાય કરતો હતો. આ ઘટના સાબિત કરે છે કે, સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક દૂરસુધી ફેલાયેલું છે. કાપડના વેપારીઓની આ નશીલી વ્યવસાયમાં સંડોવણી ચિંતાજનક છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને નશાનો કારોબાર ચલાવનારા અન્ય લોકોના કનેક્શન પણ તપાસવામાં આવી રહ્યાં છે.

Related Post