રિજીયોનલ સાયન્સ સેન્ટરની મોટી સિદ્ધિ: ફાઇવ સ્ટાર રેટિંગ સાથે 'ઈટ રાઈટ કેમ્પસ' એવોર્ડ મળ્યો

રિજીયોનલ સાયન્સ સેન્ટરની મોટી સિદ્ધિ:ફાઇવ સ્ટાર રેટિંગ સાથે 'ઈટ રાઈટ કેમ્પસ' એવોર્ડ મળ્યો
Email :

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે 'ઈટ રાઈટ કેમ્પસ' એવોર્ડ મળ્યો છે. ભારતીય ખોરાક સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણની આ પહેલનો હેતુ દેશભરમાં વિદ્યાલયો, કાર્યસ્થળો અને આરોગ્ય સંસ્થાઓમાં આરોગ્યપ્રદ ખાવાની સંસ્કૃતિ વિકસાવવાનો

છે. આ પ્રમાણપત્ર ખોરાકની સલામતી, પોષણયુક્ત ખોરાક, પર્યાવરણીય દૃષ્ટિએ ટકાઉ ખોરાક અને ખાદ્ય જાગૃતિ જેવા માપદંડો પર આધારિત છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, આ સિદ્ધિ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બનશે. તેમણે ઉમેર્યું કે, આ માન્યતા એક જવાબદારી છે. હવે કેન્દ્ર

આરોગ્યદાયક જીવનશૈલીના પ્રચાર માટે પણ કાર્ય કરશે. આ પહેલ ખોરાકજન્ય રોગો, પોષક તત્વોની ઉણપ અને જીવનશૈલીજન્ય રોગો સામે સજાગતા ફેલાવે છે. તે લોકોને યોગ્ય ખાદ્ય પસંદગીઓ કરવા પ્રેરે છે. સાયન્સ સેન્ટર પાટણ ખાતે મુલાકાતીઓ લાંબો સમય વિતાવતા હોવાથી આરોગ્યપ્રદ અને સલામત ખોરાકની ઉપલબ્ધિ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Related Post