ચાર વેદ અને તુલસીનો છોડ આપી મામેરૂ: પાટણના વ્યાસ પરીવારે અનોખી રીતે ભાણીનું મામેરૂ ભર્યું, ધાર્મિક પુસ્તકો આપી સમાજને નવી રાહ ચીંધી

ચાર વેદ અને તુલસીનો છોડ આપી મામેરૂ:પાટણના વ્યાસ પરીવારે અનોખી રીતે ભાણીનું મામેરૂ ભર્યું, ધાર્મિક પુસ્તકો આપી સમાજને નવી રાહ ચીંધી
Email :

પાટણમાં વ્યાસ પરિવારે અનોખી રીતે મામેરૂ ભરી સમાજને નવી રાહ ચીંધી છે. સનાતન સંસ્કૃત્તિને ઉજાગર કરવાના એક પ્રયાસના ભાગરૂપે સમી તાલુકાના ભદ્રાડા ગામના વ્યાસ પરિવારે મામેરામાં ચાર વેદ સહિતના ધાર્મિક

પુસ્તકો સાથે તુલસીનો છોડ આપ્યો. ભદ્રાડા ગામ નિવાસી મનુપ્રસાદ લજ્જારામ વ્યાસની દીકરી પરેશાબેનની ભાણી આશાના લગ્નમાં મામા પરેશભાઈ, વિપુલભાઈ તેમજ સમસ્ત વ્યાસ પરિવાર દ્વારા સમી ખાતે દવે વાસુદેવ લાભશંકરના ત્યાં

મામેરા માં રોકડ રકમ, સોનુ, ચાર વેદ, ભગવત્ ગીતા, રામાયણ તેમજ વિવિધ ધાર્મિક પુસ્તકો આપી સમાજને નવી રાહ ચીંધી. વ્યાસ પરિવારની આ નવી પહેલને સમસ્ત બ્રહ્મસમાજ તેમજ હિન્દુ સમાજે બિરદાવી છે.

Related Post