Mangal Chandra Yuti: સિંહ રાશિમાં મંગળ-ચંદ્રની યુતિ, આ રાશિનો બેડો પાર

Mangal Chandra Yuti: સિંહ રાશિમાં મંગળ-ચંદ્રની યુતિ, આ રાશિનો બેડો પાર
Email :

મંગળ અને ચંદ્ર બંને ખુબજ શુભ ગ્રહ છે. જ્યારે આ ગ્રહ એક સાથે એક રાશિમાં આવે છે તો એક શુભ યુતિની રચના થાય છે. ગ્રહ ગોચરનો જેટલો પ્રભાવ રાશિ પર પડે છે એટલો જ પ્રભાવ આ યુતિથી પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ભાઇ, સાહસ, પરાક્રમ, ઉર્જા અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે. જ્યારે ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે.

વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે 7 જૂને મંગળ દેવ સિંહ રાશિમાં રહેશે. ચંદ્ર દેવ 29 જૂને સિંહ રાશિમાં ગોચર કરશે. આથી ચંદ્ર અને મંગળની યુતિ થશે. આ યુતિથી આ રાશિ પર શુભ અસર થશે.

સિંહ રાશિ

29 જૂને મંગળ-ચંદ્રની યુતિ સિંહ રાશિમાં થઇ રહી છે. આ યુતિથી સૌથી વધારે ફાયદો સિંહ રાશિવાળાને મળશે. તમારા ઘરે સારા સમાચાર આવશે. શુભ પ્રસંગમાં ભાગ લઇ શકશો. વેપારમાં વૃદ્ધિ થશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. એટકેલા કામ થશે. મનગમતુ કામ થશે. પ્રવાસ સફળ થાય. સંબંધોમાં મધુરતા જળવાશે.

તુલા રાશિ

આ રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિથી લાભ થશે. પરિવારવાળા વચ્ચે ચાલી રહેલા ક્લેશનો અંત આવશે. તબીયતમાં સુધારો આવશે. પ્રમોશન થશે. સંપત્તિમાં વધારો થશે. માન સન્માન જળવાશે. અધુરા સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર મળશે. નાણાભીડ દૂર થશે. કોઇને મદદ કરવાનો સંકલ્પ સિદ્ધ થશે. જીવનમાં તકલીફો ઓછી થશે.

વૃશ્ચિક રાશિ

જૂનના મહિનામાં વૃશ્ચિક રાશિના લોકોને ફાયદો થશે. રચનાત્મક કાર્યમાં સફળતા રહેશે. નોકરીયાત લોકોને ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સગા અને મિત્રોનો સહયોગ મળશે. ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે. અટવાયેલા કામ થવા લાગશે. રોકાણથી લાભ થશે. મનના સંકલ્પ સિદ્ધ કરી શકશો. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. માનસીક સુખ અને શાંતિનો અનુભવ કરી શકશો. 

Leave a Reply

Related Post