ધરપકડ: વાસણા રોડ ઉપરથી ગાંજાનો સપ્લાયર ફૈસલ માંજરો પકડાયો

ધરપકડ:વાસણા રોડ ઉપરથી ગાંજાનો સપ્લાયર ફૈસલ માંજરો પકડાયો
Email :

વાસણા-ભાયલી રોડ પર વેચાતા ગાંજાના સપ્લાયર વાસણા રોડના ફૈસલ ઉર્ફે માંજરાને એસઓજીએ પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ફૈસલ 2 શખ્સોને 300 રૂપિયાની મજૂરી આપીને ગાંજો વેચાવતો હતો. વાસણા-ભાયલી રોડ પરથી ગત બુધવારે એસઓજીની ટીમે

2 જણાને રૂા.1580 કિંમતના 158 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ગાંજા સહિત રૂા.1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંજા સાથે પોલીસે વિજય બોઘાભાઈ મારૂ તથા આકાશ મહેશભાઈ માછીને પકડી પાડ્યા હતા. ગાંજાના સપ્લાયર

ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલ (રોશન ફ્લેટ, વાસણા રોડ)ને એસઓજીએ ફૈસલને તેના ઘરેથી પકડયો હતોી અગાઉ આકાશે પોલીસને કહ્યું હતું કે, ફૈસલ તેનો બનેવી છે. એક મહિનાથી મને અને વિજયને ગાંજો વેચવા રોજ.300 આપી જતો હતો.

Leave a Reply

Related Post