ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, 2નાં મોત: 6 ઘાયલ, હુમલાખોર કસ્ટડીમાં; ટ્રમ્પે ઘટના વખોડી પણ ગન કલ્ચર રોકવા નવા કાયદાનો કર્યો ઈનકાર

ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, 2નાં મોત:6 ઘાયલ, હુમલાખોર કસ્ટડીમાં; ટ્રમ્પે ઘટના વખોડી પણ ગન કલ્ચર રોકવા નવા કાયદાનો કર્યો ઈનકાર
Email :

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના તલ્હાસી કેમ્પસમાં ગુરૂવારે એક શૂટરે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. જેમાં 2 લોકોનાં મોત થયાના અહેવાલો મળ્યા છે. આ ઉપરાંત, અન્ય 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ નથી પરંતુ ગોળીબાર કરનાર હુમલાખોર યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ શંકાસ્પદ હુમલાખોરને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલાખોર શેરિફના ડેપ્યુટીનો 20 વર્ષનો પુત્ર છે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં 6 લોકોને ઘાયલ કરનાર અને બે લોકોની હત્યા

કરનાર હુમલાખોર શેરિફના ડેપ્યુટીનો 20 વર્ષનો પુત્ર ફિનિક્સ ઇકનર છે, જેણે તેની માતાની સર્વિસ ગન મેળવી લીધી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો, એમ FSU પોલીસ વડા જેસન ટ્રમ્બોવરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. લિયોન કાઉન્ટી શેરિફ વોલ્ટર મેકનીલે કથિત હુમલાખોરની ઓળખ અને ડેપ્યુટી જેસિકા ઇકનર સાથેના તેના સંબંધનો ખુલાસો કર્યો, જે 18 વર્ષથી વધુ સમયથી શેરિફ ઓફિસમાં છે. મેકનીલ કહે છે કે હુમલાખોર ફિનિક્સ ઇકનર શેરિફ ઓફિસની યુવા સલાહકાર પરિષદનો લાંબા

સમયથી સભ્ય હતો અને ઓફિસ સાથે અનેક તાલીમ કાર્યક્રમોમાં રોકાયેલો હતો. આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઘાયલ 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગન ગોળીબાર કરતી નથી, લોકો કરે છે; કોઈ નવો કાયદો નહીં આવેઃ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા

સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અંગેની જાણકારી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. જેના પછીના એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અને જાનહાનિ દુઃખદ છે. જો કે, આ સાથે પ્રેસિડન્ટ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આનો અર્થ એ નથી કે ગન કલ્ચર અંગે કોઈ નવા કાયદા માટે હું હિમાયત કરીશ, કેમકે, મારા મતે ગન ગોળીબાર કરતી નથી પણ લોકો ગોળીબાર કરતા હોય છે. ટ્રમ્પે પોતાને સેકન્ડ એમેન્ડમેન્ટ

અને હથિયાર રાખવાના અધિકારના "મોટા હિમાયતી" ગણાવ્યા હતા. પ્રેસિડન્ટ ટ્રમ્પે, તેમના પ્રથમ કાર્યકાળથી, વારંવાર સમર્થકોને વચન આપ્યું છે કે તેઓ તેમના સેકન્ડ એમેન્ડમેન્ટના બંદૂક અધિકારોનું રક્ષણ કરશે. તેઓ વર્ષોથી અસંખ્ય નેશનલ રાઇફલ એસોસિએશનના કાર્યક્રમોમાં ભાષણ આપતા આવ્યા છે. શું છે સેકન્ડ એમેન્ડમેન્ટ? રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેની પોતે તરફેણ કરે છે એમ કહ્યું એ સેકન્ડ એમેન્ડમેન્ટ આ પ્રમાણે છેઃ સલામતી અને સ્વતંત્રતાનું રક્ષણ અનિવાર્ય છે. આપણા મહાન રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી તેણે અમેરિકન

લોકોના પોતાના, તેમના પરિવારો અને તેમની સ્વતંત્રતાનો બચાવ કરવાના અધિકારનું રક્ષણ કર્યું છે. અમેરિકનો દ્વારા ધારણ કરાયેલા અન્ય તમામ અધિકારોની જાળવણી માટે તે પાયારૂપ હોવાથી, શસ્ત્રો રાખવા અને ધારણ કરવાના અધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ. દરમિયાન, એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે X પરની એક પોસ્ટમાં આ ઘટના અંગે જણાવ્યું હતું, "જરૂર પડ્યે અમે સ્થાનિક લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સંપૂર્ણ સમર્થન આપીશું" યુનિવર્સિટીમાં લગભગ 44,300 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ફ્લોરિડાની 12 પબ્લિક યુનિવર્સિટીઓમાંની

એક છે, જેનું મુખ્ય કેમ્પસ તલ્હાસીમાં સ્થિત છે, જ્યાં ગોળીબાર થયો હતો, તે સ્ટેટ કેપિટોલ બિલ્ડિંગથી થોડી મિનિટો દૂર છે. યુનિ.ની 2024ની ફેક્ટ શીટ મુજબ, યુનિવર્સિટીમાં લગભગ 44,300 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. 9 એપ્રિલે જ વર્જિનિયામાં ગોળીબારમાં થયા હતા 3નાં મોત અમેરિકામાં ગન કલ્ચરે માઝા મૂકી છે. છાશવારે અહીં ગોળીબારની ઘટનાઓ બની રહી છે. વર્જિનિયમાં 9 એપ્રિલે સ્પોટ્સિલ્વેનિયા કાઉન્ટીમાં એક ટાઉન હાઉસ કોમ્પ્લેક્સમાં ગોળીબાર થયા હતા, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. 2023માં

બે કોલેજોમાં ગોળીબાર થયા હતા 2023માં, બે કોલેજમાં ગોળીબારની ઘટના બની હતી, એક મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં, જ્યાં ત્રણ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા પાંચ અન્ય ઘાયલ થયા હતા. જ્યારે, બીજી ઘટના લાસ વેગાસની નેવાડા યુનિવર્સિટીમાં બની હતી, જ્યાં પોલીસ સાથેના ગોળીબારમાં એક શંકાસ્પદ હુમલાખોરનું મોત નીપજતા પહેલા ત્રણ ફેકલ્ટી સભ્યો માર્યા ગયા હતા. 2014માં પણ ફ્લોરિડા સ્ટેટ યુનિ.માં થયા હતા ગોળીબાર આ ગોળીબાર તાજેતરના વર્ષોમાં યુ.એસ. સ્કૂલ કેમ્પસમાં થયેલી છેલ્લી

ઘાતક હિંસા હતી. 2014માં, ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના એક સ્નાતકે શાળાના મુખ્ય પુસ્તકાલયમાં વહેલી સવારે ગોળીબાર કર્યો હતો, જેમાં બે વિદ્યાર્થીઓ અને એક કર્મચારી ઘાયલ થયા હતા જ્યારે સેંકડો પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યા હતા. 2007માં વર્જિનિયા ટેક હત્યાકાંડમાં 32નાં મોત થયા હતા તાજેતરના વર્ષોમાં કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં થયેલા નોંધપાત્ર ગોળીબારમાં 2007માં વર્જિનિયાના બ્લેક્સબર્ગમાં વર્જિનિયા ટેક હત્યાકાંડનો સમાવેશ થાય છે, જ્યાં 32 લોકો માર્યા ગયા હતા અને 23 ઘાયલ થયા હતા.

Leave a Reply

Related Post