આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ, 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે

આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી:આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ, 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે
Email :

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ નોંધાય એવી શક્યતા છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી આજે ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે ભારે

વરસાદ રહેશે. આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યભરના કેટલાક ભાગોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ ગાંધીનગર સહિત સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 9 મેના રોજ વીજળી સાથે 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ,

દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને કચ્છ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની શક્યતા રહેશે. 7 મેએ માવઠાંને કારણે મહત્તમ તાપમાનમાં 14 ડિગ્રી સુધીનો ઘટાડો થયો ગુજરાતમાં 6 અને 7 મેએ વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને મહત્તમ તાપમાન ગગડ્યું હતું. અમદાવાદમાં સામાન્ય કરતાં 14.6 ડિગ્રી ઓછું 26.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરા, ભાવનગર, સુરત સહિતનાં શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો હતો. 7 મેએ રાજ્યમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

Leave a Reply

Related Post