લક્ઝુરિયસ કારનું મૂલ્ય ઓછું દર્શાવી કસ્ટડમ ડ્યુટી ચોરીનો કેસ: મેટ્રો કોર્ટે આરોપી બશરથ ખાનની જામીન અરજી નકારી, 8 હાઈ એન્ડ લક્ઝુરિયસ કાર આયાત કરી 7 કરોડથી વધુની ડ્યુટી ચોરી કરી

લક્ઝુરિયસ કારનું મૂલ્ય ઓછું દર્શાવી કસ્ટડમ ડ્યુટી ચોરીનો કેસ:મેટ્રો કોર્ટે આરોપી બશરથ ખાનની જામીન અરજી નકારી, 8 હાઈ એન્ડ લક્ઝુરિયસ કાર આયાત કરી 7 કરોડથી વધુની ડ્યુટી ચોરી કરી
Email :

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ DRI એ ખુલાસો કર્યો હતું કે હાઈ એન્ડ લક્ઝરી કારોનું આયાત મૂલ્ય અંદાજે 50% જેટલું ઓછું દર્શાવવામાં આવી રહ્યું હતું, જેના દ્વારા કસ્ટમ ડ્યુટીમાંથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ લક્ઝરી કારોને પહેલાં યુએસએ અને જાપાનથી દુબઈ અથવા શ્રીલંકા મોકલવામાં આવતી, જ્યાં તેમને ડાબી તરફથી ચલાવાતી કારમાંથી જમણી તરફથી ચલાવાતી, રાઇટ હેન્ડ ડ્રાઈવ કારમાં રૂપાંતરિત કરવામાં આવતી અને અન્ય ફેરફાર કર્યા પછી બનાવટી દસ્તાવેજો

દ્વારા ખોટું આયાત મૂલ્ય દર્શાવીને ભારતમાં આયાત કરવામાં આવતી હતી. 30 લક્ઝુરિયસ ગાડીઓ આયાત કરવામાં આવી તપાસમાં ખુલાસો હતો કે હમ્મર EV, કેડિલેક એસ્કેલેડ, રોલ્સ રોયસ, લેક્સસ, ટોયોટા લેન્ડ ક્રૂઝર અને લિંકન નૅવિગેટર જેવી 30 લક્ઝુરિયસ ગાડીઓ આ રીતથી આયાત કરવામાં આવી છે. આ આયાતકર્તાઓ હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલુરુ અને દિલ્હી જેવા શહેરોમાં સ્થિત છે અને અંદાજિત 25 કરોડથી વધુની કસ્ટમ ડ્યુટીની ચોરી કરવામાં આવી છે. 7 કરોડથી વધુની

ડ્યુટી ચોરી કરી હતી આ કેસમાં DRIએ હૈદરાબાદ સ્થિત વ્યાપારી બશરથ અહેમદ ખાનની છે ધરપકડ કરી હતી. જેને 8 હાઈ-એન્ડ લક્ઝુરિયસ કાર આયાત કરવાના ગુનામાં 7 કરોડથી વધુની ડ્યુટી ચોરી કરી હતી. આ આરોપીને અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે નકારી નાખી છે. અન્ય આયાતકર્તાઓ અને કારના વાસ્તવિક વપરાશકર્તાઓ, જેમના માટે આ કાર આયાત કરવામાં આવી હતી, તે અંગે પણ હવે DRI તપાસ કરી રહી છે.

Leave a Reply

Related Post