એ…એ…એ…ધડામ…બ્રિજ સાથે અથડાયું મેક્સિકન નેવીનું જહાજ: 19 લોકો ઘાયલ, 2નાં મોત; ન્યૂયોર્કમાં ફ્રેન્ડલી ટૂર માટે આવ્યું હતું, શિપમાં 250થી વધુ લોકો સવાર હતા

એ…એ…એ…ધડામ…બ્રિજ સાથે અથડાયું મેક્સિકન નેવીનું જહાજ:19 લોકો ઘાયલ, 2નાં મોત; ન્યૂયોર્કમાં ફ્રેન્ડલી ટૂર માટે આવ્યું હતું, શિપમાં 250થી વધુ લોકો સવાર હતા
Email :

મેક્સિકન નૌકાદળનું ટ્રેનિંગ જહાજ કુઆહટેમોક અમેરિકાના ન્યુ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જહાજ પુલના ઉપરના ભાગ સાથે અથડાયેલું જોવા મળે છે. ન્યૂયોર્ક શહેરના મેયરે જણાવ્યું હતું કે બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન જહાજ અથડાતાં 19 લોકો ઘાયલ થયા

હતા, જેમાં 2 લોકનાં મોત થયા હતા. જોકે, હજુ સુધી કોઈ આંકડા જાહેર થયા નથી. ન્યૂયોર્ક ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ એજન્સી (NYCEM) એ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન મેક્સિકન નૌકાદળનું કહેવું છે કે જહાજને નુકસાન થયું છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. મીડિયા

અનુસાર, કુઆહટેમોકમાં 200 થી વધુ ક્રૂ સભ્યો હતા. આ જહાજ ન્યૂયોર્કમાં એક ફ્રેન્ડલી ટૂર પર આવ્યું હતું મેક્સિકન જહાજમાં 277 લોકો સવાર હતા કુઆહટેમોક જહાજ 297 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું છે. તે પહેલીવાર 1982માં શરૂ થયું હતું. દર વર્ષે નેવલ સ્કૂલના વર્ગો પૂરા થયા પછી તે કેડેટ્સની તાલીમ માટે રવાના થાય છે. આ વર્ષે 6 એપ્રિલે તે મેક્સિકોના એકાપુલ્કો બંદરથી

277 લોકો સાથે રવાના થયું હતું. આ જહાજ 15 દેશોના 22 બંદરો પર રોકાવાનું હતું, જેમ કે કિંગ્સ્ટન (જમૈકા), હવાના (ક્યુબા), કોઝુમેલ (મેક્સિકો), ન્યુ યોર્ક, રેકજાવિક (આઇસલેન્ડ), બોર્ડેક્સ, સેન્ટ માલો, ડંકર્ક (ફ્રાન્સ) અને એબરડીન (સ્કોટલેન્ડ). કુલ 254 દિવસની મુસાફરીમાં 170 દિવસ દરિયામાં વિતાવવાના હતા. ન્યૂ યોર્કનો બ્રુકલિન બ્રિજ 142 વર્ષ જૂનો છે અકસ્માતમાં 142 વર્ષીય બ્રુકલિન નિવાસીનું મોત પુલને કોઈ મોટું

નુકસાન થયું નથી. અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે. બ્રુકલિન બ્રિજ 1883માં બનાવવામાં આવ્યો હતો. તે આશરે 1,600 ફૂટ લાંબો છે અને બે પથ્થરના ટાવર પર ટકે છે. શહેરના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, દરરોજ 1 લાખથી વધુ વાહનો અને લગભગ 32,000 રાહદારીઓ તેમાંથી પસાર થાય છે. અકસ્માતનો સંપૂર્ણ વિડીયો જોવા માટે ઉપરના ચિત્ર પર ક્લિક કરો... આ સમાચાર પણ વાંચો ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા

જતી બોટ ડૂબી:4 નૌસૈનિક સહિત 13નાં મોત; મધદરિયે નેવીની સ્પીડ બોટે ટક્કર મારી, 80ની કેપેસિટીમાં 100થી વધુ સવાર હતા 5 મહિના પહેલાં મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દરિયામાં ડૂબી ગઈ. 80 લોકોની ક્ષમતાવાળી બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 13 લોકોના મોત થયા. 101 લોકોને બચાવી લેવાયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....

Leave a Reply

Related Post