WPL: મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત

WPL: મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત:ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું; સિવર-બ્રન્ટની ફિફ્ટી, 2 વિકેટ પણ લીધી
Email :

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં મુંબઈની પહેલી જીત છે, જ્યારે ગુજરાતની 3 મેચમાં આ બીજી હાર છે.

મંગળવારે વડોદરામાં ગુજરાત 120 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મુંબઈએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મુંબઈ માટે, નતાલી સાયવર-બ્રન્ટે 2 વિકેટ લીધા બાદ

અડધી સદી ફટકારી. હેલી મેથ્યુઝે 3 અને અમેલિયા કેરે 2 વિકેટ લીધી. ગુજરાત તરફથી કાશ્વી ગૌતમે 20 રન બનાવીને 2 વિકેટ લીધી. હરલીન દેઓલે 32 રનની ઇનિંગ રમી.

Related Post