રાજકોટમાં બન્યું માઇક્રો સર્વેલન્સ ડ્રોન: GPS વગર પણ કરી શકાય છે ઇન્ડોર કે આઉટડોર સર્વેલન્સ, ચોક્કસ રૂટ પર કરે છે ઓટોમેટિક સર્વે

રાજકોટમાં બન્યું માઇક્રો સર્વેલન્સ ડ્રોન:GPS વગર પણ કરી શકાય છે ઇન્ડોર કે આઉટડોર સર્વેલન્સ, ચોક્કસ રૂટ પર કરે છે ઓટોમેટિક સર્વે
Email :

તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ડ્રોન એટેકની ઘટનાઓ બાદ હવે ડ્રોનથી સૌ કોઈ સારી રીતે પરિચિત છે. યુદ્ધમાં ડ્રોનની સંહારક ક્ષમતાની ઝલક જોવા મળી હતી. જોકે રાજકોટ હવે આ જ ટેક્નોલોજીનો ઉપયોગ સુરક્ષા અને નિરીક્ષણના ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે કરી રહ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી ડૉ. એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળાએ એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. માઇક્રો સર્વેલન્સ નામના આ ડ્રોન દ્વારા GPS વગર

પણ ઇન્ડોર કે આઉટડોર સર્વેલન્સ કરી શકાય છે. આ ડ્રોન ચોક્કસ રૂટ પર ઓટોમેટિક સર્વે કરે છે. માઇક્રો સર્વેલન્સ ડ્રોન ઓટોનોમસ ટેક્નોલોજીથી સજ્જ રાજકોટ રંગીલું શહેર ગણાય છે અને નવા સંશોધન કે ટેક્નોલોજીકલ સિદ્ધિની વાત આવે ત્યારે પણ રાજકોટ હંમેશાં અગ્રેસર રહે છે. અગાઉ ડિફેન્સ ઇક્વિપમેન્ટના ઉત્પાદન માટે જાણીતું બનેલું રાજકોટ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. રાજકોટની એક ખાનગી કંપનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિજ્ઞાન પ્રયોગશાળા સાથે મળીને

અનોખા માઈક્રો સર્વેલન્સ ડ્રોનની ડિઝાઇન અને વિકાસ કર્યો છે. આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન ઓટોનોમસ ટેક્નોલોજીથી સજ્જ છે, જે તેને પરંપરાગત ડ્રોનથી અલગ પાડે છે. 'જ્યાં માણસ ના પહોંચી શકે ત્યાં આ ડ્રોન સર્વે કરે છે' સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ક્યુબેશન સેન્ટરનાં સીઇઓ પાર્થભાઈ સેજપાલે જણાવ્યું હતું કે, અમારા સેન્ટર દ્વારા જે કોઈપણ પોતાના સ્ટાર્ટઅપને આગળ વધારવા માંગતા હોય તેઓને સરકારી ગ્રાન્ટ, પેટર્ન ફાઈલિંગનાં સપોર્ટ તેમજ આઇપી ફાઈલિંગ અને બૌદ્ધિક સંપદાનો સપોર્ટ પૂરો

પાડવામાં આવે છે. સ્ટ્રાઇડ ડાયનામીક પ્રા. લિમિટેડનાં ફાઉન્ડરે અહીં એક અલગ જ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. જે GPS વિના પણ કામ કરી શકે છે. જ્યાં આગ લાગી હોય કે એવી કોઈ જગ્યા હોય જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં આ ડ્રોન મોકલીને સર્વે કરી શકાય છે. 'ડ્રોનનાં તમામ પાર્ટ્સ પણ અહીં જ બનાવવામાં આવ્યા' આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કોઈપણ બિલ્ડિંગની અંદર સરળતાથી ઉડી શકે છે

અને ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકે છે. સામાન્ય રીતે ડ્રોનને ખુલ્લા આકાશમાં ઉડાડવા માટે જીપીએસ કનેક્શનની જરૂર પડે છે, પરંતુ રાજકોટમાં તૈયાર થયેલું આ ડ્રોન જીપીએસ કનેક્શન વગર પણ ઉડાન ભરી શકે છે અને ચોક્કસ દિશામાં જઈ શકે છે. જ્યાં જીપીએસ જામર લગાવવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિઓમાં સામાન્ય ડ્રોન કામ કરી શકતા નથી, જ્યારે આ ડ્રોન સરળતાથી પોતાનું કાર્ય કરી શકે છે. આ ડ્રોનનાં તમામ પાર્ટ્સ પણ અહીં જ

બનાવવામાં આવ્યા છે. 'મેડ ઇન રાજકોટ'ની પહેલને પ્રોત્સાહન એટલું જ નહીં, આ ડ્રોનને બિલ્ડિંગની અંદર અને ખુલ્લા આકાશમાં પણ સમાન રીતે ઉડાડી શકાય છે. આ ડ્રોનને અત્યાધુનિક રોબોટિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. તેની કોમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ, કોમ્પ્યુટિંગ યુનિટ અને સોફ્ટવેર એલ્ગોરિધમ જેવા તમામ મહત્ત્વના ભાગો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળામાં જ તૈયાર કરવામાં આવ્યા છે. આ બાબત 'મેડ ઇન રાજકોટ'ની પહેલને વધુ પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક સ્તરે ટેક્નોલોજીકલ

વિકાસની ક્ષમતાને ઉજાગર કરે છે. રાજકોટમાં બનેલા ડ્રોનની ખાસિયતો આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જીપીએસ પર નિર્ભર નથી, જે તેને ઇન્ડોર અને જીપીએસ જામિંગવાળા વિસ્તારોમાં ઉપયોગી બનાવે છે. આ ડ્રોન બિલ્ડિંગની અંદર સરળતાથી ઉડીને સર્વેલન્સ કરી શકે છે, જે સુરક્ષા એજન્સીઓ અને નિરીક્ષણ ટીમો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ડ્રોનને માત્ર ઇન્ડોર જ નહીં, પરંતુ ખુલ્લા આકાશમાં પણ ઉડાડી શકાય છે અને

સર્વેલન્સની કામગીરી કરી શકાય છે. આ ડ્રોન ઓટોનોમસ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ચોક્કસ રૂટ પર આપોઆપ સર્વેલન્સ કરી શકે છે, જેનાથી માનવ સંસાધનોની બચત થાય છે અને કાર્યક્ષમતા વધે છે. આ ડ્રોનમાં અત્યાધુનિક રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની કામગીરીને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવે છે. આ ડ્રોનની ડિઝાઇનથી લઈને તેના તમામ ભાગોનું નિર્માણ રાજકોટમાં જ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક ટેક્નોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે,

ડ્રોન જેવા સાધનોનું રાજકોટમાં નિર્માણ થવું એ માત્ર શહેર માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આગામી દિવસોમાં આવા વધુ અદ્યતન સાધનો રાજકોટને ટેક્નોલોજીના હબ તરીકે વધુ ખ્યાતિ અપાવી શકે છે. આ સંશોધન દર્શાવે છે કે જો યોગ્ય તક અને સંશાધનો આપવામાં આવે તો સ્થાનિક સ્તરે પણ વિશ્વ કક્ષાની ટેક્નોલોજી વિકસાવી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિ. અને ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલો આ સંયુક્ત પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.

Leave a Reply

Related Post