મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ: વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો, પૂછપરછ ચાલુ

મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ:વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો, પૂછપરછ ચાલુ
Email :

દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઇવે પરથી પકડી પાડ્યો હતો. હાલ તેને પોલીસ સ્ટેશનમાં લઈને આવવામાં આવ્યો છે, તેની પૂછપરછ ચાલુ છે. આખું કૌભાંડ શું

છે? મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલાં નાણાંમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આરોપ છે. કૌભાંડની પૃષ્ઠભૂમિ દાહોદમાં મનરેગા યોજના હેઠળ 71 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડ મુદ્દે 35 એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે. આ

એજન્સીઓમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સી પણ સામેલ છે. આ કૌભાંડમાં કામ ન થવા છતાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસની કાર્યવાહી દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે નિયામક દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મંત્રીના બંને પુત્રો સહિત અન્ય અધિકારીઓની સંડોવણી બહાર

આવી. આગળની કાર્યવાહી હાલમાં કિરણ ખાબડને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે. આ કૌભાંડ રાજ્યમાં રાજકીય અને પ્રશાસન સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસનાં પરિણામો રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર ઊંડો પ્રભાવ પાડી શકે છે. 17 મેએ બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી અગાઉ 17 મેએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને

પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રીપુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે મંત્રીપુત્ર બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દાહોદ ખાતે લઈ જવાયા હતા, જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

જોકે દાહોદ કોર્ટ બન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા 35 એજન્સી સામે રૂપિયા 71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આ પણ વાંચો: ન્યુ ગુજરાત ઇન્વેસ્ટિગેશનના બે દિવસમાં જ મંત્રી બચુભાઈના પુત્રની ધરપકડ

Leave a Reply

Related Post