વડોદરા, ભરૂચ, સુરત સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ: 24 કલાકમાં 13 ઇંચ ખાબકતા સુરત પાણી-પાણી, તાપી નદી બે કાંઠે, અનેક રસ્તાઓ બંધ; શાળાઓમાં રજા જાહેર

વડોદરા, ભરૂચ, સુરત સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ:24 કલાકમાં 13 ઇંચ ખાબકતા સુરત પાણી-પાણી, તાપી નદી બે કાંઠે, અનેક રસ્તાઓ બંધ; શાળાઓમાં રજા જાહેર
Email :

ગુજરાતમાં 16મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ નવ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. નવ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 18.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. ગઈકાલે સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી 24 કલાકમાં સુરતમાં

13 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદના પગલે તાપીના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 10 વાગ્યા સુધી 6 જિલ્લમાં રેડ એલર્ટ આગામી 10 વાગ્યા સુધી વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આણંદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,

નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

છે. બીજી તરફ રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગઇકાલે આ જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળ્યા ગઇકાલે (તારીખ 23/06/2025)ના રોજ સુરતમાં આભ ફાટ્યું હતું. સાડાનવ ઈંચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. જેથી તમામ સ્કૂલમાં રજા જાહેર કરાઈ હતી. તો ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર નદીઓ

વહેવા લાગી હતી. તેમજ અનેક વાહનો બંધ થયા હતા. કામરેજમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમરેલીની શેત્રુંજી-સાતલડી નદીમાં પૂર આવ્યું છે. એકદંરે તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સમગ્ર જિલ્લાઓ પાણી પાણી છે. આ 10 જળાશયો હાઇ એલર્ટ અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના

રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલું છે.

Leave a Reply

Related Post