અમરેલીમાં શ્વાનનો આતંક: 24 કલાકમાં 15થી વધુ લોકોને બચકા ભર્યા, માતા-બાળકી પરનો હુમલો CCTVમાં કેદ

અમરેલીમાં શ્વાનનો આતંક:24 કલાકમાં 15થી વધુ લોકોને બચકા ભર્યા, માતા-બાળકી પરનો હુમલો CCTVમાં કેદ
Email :

અમરેલી શહેરમાં શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ ઘટનાઓ લાઠી રોડ વિસ્તારમાં નોંધાઈ છે. વિશેષ રૂપે, રોયલ પાર્ક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં પલક નામની બાળકી તેની માતા સાથે જઈ રહી

હતી ત્યારે એક શ્વાને પાછળથી હુમલો કર્યો. માતાએ તત્કાલ બાળકીને બચાવી લીધી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લાઠી રોડ પર રેલવે ફાટક આસપાસ 4 શ્વાન સક્રિય છે, જેમાંથી એક શ્વાનને હડકવા હોવાની શંકા છે. બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં એક શ્વાને એક કલાક સુધી આતંક મચાવ્યો, જેમાં જિગરભાઈ, રિતેશ અને પલક સહિત અનેક

લોકોને ઈજા પહોંચી છે. પીડિત બાળકીના પિતા સમીરભાઈએ જણાવ્યું કે રેલવે ફાટક વિસ્તારમાં 4 શ્વાન લોકો પર હુમલા કરી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા શ્વાનને પકડવા અને દૂર ખસેડવાની માંગ ઉઠી છે. તમામ ઘાયલોને અમરેલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાઓને કારણે શહેરમાં ભયનો માહોલ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related Post