ડાંગમાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ: 500થી વધુ સ્વયંસેવકો અને પોલીસકર્મીઓને શોધ-બચાવની તાલીમ અપાઈ

ડાંગમાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ:500થી વધુ સ્વયંસેવકો અને પોલીસકર્મીઓને શોધ-બચાવની તાલીમ અપાઈ
Email :

આહવા ખાતે જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપનની વિશેષ તાલીમ યોજાઈ. આ તાલીમ આહવા આઇ.ટી.આઇ અને પોલીસ તાલીમ ભવનમાં આયોજિત કરવામાં આવી. તાલીમમાં જિલ્લાના સ્વયંસેવકો અને આપદામિત્રોએ ભાગ લીધો. કોલેજના વિદ્યાર્થીઓ સાથે

પોલીસ કર્મચારીઓ પણ જોડાયા. જી.આર.ડી, હોમગાર્ડ અને એનસીસીના જવાનોની પણ સહભાગિતા રહી. કુલ 500થી વધુ લોકોએ તાલીમનો લાભ લીધો. આપત્તિ વિભાગના નિષ્ણાતોએ કટોકટીની પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિઓ સમજાવી. તેમણે શોધ અને બચાવ કાર્યની

તાલીમ આપી. ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. પોલીસ કર્મચારીઓએ સિવિલ ડિફેન્સની તાલીમ આપી. કાર્યક્રમમાં ડિઝાસ્ટર મામલતદાર યોગેશ ચૌધરી હાજર રહ્યા. ડી.પી.ઓ ચિંતન પટેલ અને હોમગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી.

Leave a Reply

Related Post