ચારુસેટમાં સાયન્સ મંથન-2025નું આયોજન: 750થી વધુ વિદ્યાર્થીઓએ 7 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો, ભટનાગર એવોર્ડ વિજેતા પ્રો. પોલશેટ્ટિવાર ઉપસ્થિત રહ્યા

ચારુસેટમાં સાયન્સ મંથન-2025નું આયોજન:750થી વધુ વિદ્યાર્થીઓએ 7 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો, ભટનાગર એવોર્ડ વિજેતા પ્રો. પોલશેટ્ટિવાર ઉપસ્થિત રહ્યા
Email :

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ (PDPIAS) દ્વારા "સાયન્સ મંથન-2025"નું દસમું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી 750થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાયન્ટૂન, સાયન્ટિફિક પોસ્ટર પ્રેઝન્ટેશન, વર્કિંગ મોડલ્સ, વિકસિત ભારત માટે વિજ્ઞાન અંગેનું વિઝન, સ્ટેન્ડ-અપ કોમેડી, વિજ્ઞાન કાવ્ય અને સાયન્સ રેપ

જેવી સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત એસ.એસ. ભટનાગર એવોર્ડ વિજેતા અને TIFR મુંબઈના પ્રો. વિવેક પોલશેટ્ટિવાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. જિમિત પટેલે સાયન્સ મંથનના ઉદ્દેશો સમજાવ્યા, જ્યારે પ્રિન્સિપાલ ડૉ. અભિષેક ડઢાણીયાએ PDPIASની શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રની સિદ્ધિઓ વિશે માહિતી આપી. સાયન્સ ફેકલ્ટીના ડીન ડૉ. ગાયત્રી

દવેએ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો. પ્રો. પોલશેટ્ટિવારને તેમના વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રના યોગદાન બદલ સાયન્ટિફિક એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રો. પોલશેટ્ટિવારે 'ક્લાઇમેટ ચેન્જ: CO2 કન્વર્ઝન અને ઝીરો કાર્બન એમિશન' વિષય પર પ્રેરક વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Post