Mothers Day પર માતાને આપો સુંદર ગિફ્ટ, મળશે અઢળક પ્રેમ:

Mothers Day પર માતાને આપો સુંદર ગિફ્ટ, મળશે અઢળક પ્રેમ
Email :

ભારતીય સંસ્કૃતિમાં માતાને ભગવાન સમાન પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. માણસના માણસ બનવામાં માતાનો મહત્વનો ફાળો હોય છે તેવું સમાજ અને નિષ્ણાતાઓએ પણ સ્વીકાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જેઓ માતાને સન્માન આપે છે તેમનું સમાજમાં પણ માન-સન્માન વધે છે. આવતીકાલે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી થશે. દરવર્ષે મે મહિનાના બીજા રવિવારના દિવસે મધર્સ ડે ઉજવવામાં આવે છે. મધર્સ ડે પર તમે માતની ગિફટ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો. ત્યારે માતાને કઈ વસ્તુની ભેટ આપી તેને લઈને તમે મૂંઝવણ અનુભવતા હો તો જરૂર આ ટીપ્સ તમને મદદ કરશે.

મધર્સ ડે એ તમારી માતાને ખાસ અનુભવ કરાવવાનો ઉત્તમ સમય છે, જેમણે હંમેશા તમારા માટે બધું જ કર્યું છે અને તમને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. જોકે, માતા માટે યોગ્ય ભેટ શોધવી સરળ નથી. કારણ કે સમય જતા માતાના શોખમાં બદલાવ થાય છે. એટલે તમે માતાની ગિફ્ટ પસંદ કરો ત્યારે તેમની ઉંમર, જરૂરિયાત અને કઈ વસ્તુનો શોખ છે તેનું ધ્યાન રાખો. તમારે એવી ભેટો પસંદ કરવી જોઈએ જે તેમના જીવનને સરળ બનાવે. 

માતાને તમે પોશાકની ગિફટ આપી શકો છો. બનારસી સાડી, ચિકનકારી કુર્તી અથવા હેન્ડલૂમ શાલ અને દુપટ્ટા તેણીને પસંદ આવી શકે છે. 
બાળકના નામવાળી વીંટીઓ અથવા લોકેટ જેવા પ્રાચીન અથવા કસ્ટમાઇઝ્ડ ઝવેરાત ભાવનાત્મક સ્પર્શ ઉમેરે છે. 
કૌટુંબિક યાદોને સજાવીને એક સુંદર આલ્બમ અથવા ફ્રેમ બનાવી માતાને ગિફટ આપી શકો છો.
મનપસંદ ચા, નાસ્તા, ત્વચા સંભાળ અને એક સુંદર નોંધનું મિશ્રણ કરીને એક વ્યક્તિગત ગિફ્ટ બોક્સ બનાવો

માતાને પસંદ આવે તેવું બોડી લોશન, ફેસ માસ્ક અને બાથ બોમ્બ સાથે આરામદાયક સ્પા હેમ્પર ગીફટ કરી શકો છો.
યોગા મેટ, હેલ્ધી નાસ્તો, ગ્રીન ટી અથવા ઓનલાઈન યોગ ક્લાસની સભ્યપદ સાથે તેમને સ્વસ્થ જીવનશૈલીમાં મદદ કરશે.
લક્ષ્મી-ગણેશની મૂર્તિ, તુલસીનો છોડ, અથવા સુંદર પૂજા થાળી તેમના આધ્યાત્મિક પક્ષને સંતોષશે. 
ઇન્ડોર છોડ, શણની થેલીઓ, વાંસની વસ્તુઓ પર્યાવરણ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવશે.

મધર્સ ડેની ઉજવણી વ્યક્તિગત કેક અથવા હૃદય આકારની ચોકલેટ સાથે કરો જેના પર તેમનું નામ લખેલું હોય

ડિજિટલ એર ફ્રાયર રસોઈ માટે ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે. તેની મદદથી, ક્રિસ્પી ફ્રાઈસથી લઈને તળેલા શાકભાજી અને ચિકન વગેરે બધું સરળતાથી રાંધી શકાય છે. 

આપણામાં એક જૂની કહેવત છે - "ભગવાન દરેક જગ્યાએ જઈ શકતો નથી. તેથી તેણે માતાનું સર્જન કર્યું. " એ વાત સાચી છે કે માતા એ શક્તિનુ પ્રતિક છે. જે અનેક સંઘર્ષ બાદ પણ પોતાના બાળકોના સારી રીતે ઉછેર કરવામાં તમામ શક્તિ લગાવી દે છે. આખા પરિવારની ખુશી માટે થાક્યા વિના કે અટક્યા વિના માતા દિવસ-રાત કામ કરે છે. અને તેને તમે એક દિવસ પૂરતું સન્માન ના આપી શકો. હા, પરંતુ ગિફ્ટ આપી તેને અનુભવ કરાવી શકો કે તમારા જીવનમાં તેનું કેટલું મહત્વ છે.

Leave a Reply

Related Post