દીકરીના મૃત્યુ માટે મૌસમી ચેટર્જી પ્રાર્થના કરતાં હતાં!: કહ્યું- એને ભૂલ કરી અને તેનું પરિણામ ભોગવ્યું, ગુસ્સામાં તે છેલ્લી વાર મળવા પણ નહોતાં ગયાં

દીકરીના મૃત્યુ માટે મૌસમી ચેટર્જી પ્રાર્થના કરતાં હતાં!:કહ્યું- એને ભૂલ કરી અને તેનું પરિણામ ભોગવ્યું, ગુસ્સામાં તે છેલ્લી વાર મળવા પણ નહોતાં ગયાં
Email :

70ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મૌસમી ચેટર્જીનું જીવન ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે તેમના જમાઈએ કહ્યું કે- તેઓ તેમની પુત્રીને છેલ્લી વખત જોવા પણ નહોતાં આવ્યાં. લાંબા સમય સુધી રાહ જોયા પછી, પાયલના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં. હવે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં મૌસમી ચેટર્જીએ જણાવ્યું છે કે- એક સમયે તેઓ તેની પુત્રીના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં.

તાજેતરના ઇન્ટરવ્યૂમાં મૌસમીએ કહ્યું કે- પાયલે (તેની દીકરી) ભૂલ કરી હતી અને તેને તેનું પરિણામ ભોગવવું પડ્યું. આના કારણે અમારા આખા પરિવારને ખૂબ જ તકલીફ પડી. તે 2017માં કોમામાં જતી રહી હતી. તે સમયાંતરે કોમામાંથી બહાર આવતી રહી. પણ અમને શરતો વિના તેને મળવાની મંજૂરી પણ નહોતી. અમારે પોલીસ અને કોર્ટના ચક્કર કાપવા પડ્યા.

પાયલ આ જીવનમાંથી છૂટકારો મેળવા માંગતી હતી, એટલા માટે મારે ભગવાનને તેના મૃત્યુ માટે પ્રાર્થના કરવી પડતી હતી. હું તેને પીડામાં જોઈ શકતી ન હતી. એક દિવસ આપણે આપણું શરીર છોડવું જ પડે છે. તો પીડા સહન કરવાનો શું અર્થ છે? જો તમે મારા આત્માને પ્રેમ કરતા હશો, તો તમે એવું ઈચ્છશો કે હું

આ તકલીફમાંથી છૂટકારો મેળવું. જમાઈએ લગાવ્યા હતા ગંભીર આરોપ, મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો મૌસમી ચેટર્જીની મોટી પુત્રી પાયલના લગ્ન બિઝનેસમેન ડિકી સિંહા સાથે થયા હતા. મૌસુમી ચેટર્જી અને ડિકીનો પરિવાર બિઝનેસ પાર્ટનર હતા. થોડા સમય પછી, બિઝનેસમાં મતભેદો ઊભા થવાના કારણે, બંને પરિવારો વચ્ચે અંતર વધવા લાગ્યું. આ સમયે મૌસમી ચેટર્જીની પુત્રી પાયલ કોમામાં

જતી રહી. 2018માં, તેમની પુત્રીની સારવાર દરમિયાન, મૌસમી ચેટર્જીએ તેમના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ન તો તેમની સંભાળ રાખી રહ્યા હતા અને ન તો તેમની સારવારનો ખર્ચ ઉઠાવી રહ્યા હતા. મૌસમીના આરોપોના જવાબમાં, ડિકી સિંહાએ મૌસમીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો અને કેસ જીતી ગયો. ત્યારથી, બંને

પરિવારો વચ્ચેના ઝઘડા એટલા વધી ગયા કે જ્યારે 30 મહિના કોમામાં રહ્યા બાદ 2019માં પાયલનું અવસાન થયું, ત્યારે મૌસમી ચેટર્જી તેને છેલ્લી વાર મળવા પણ નહોતા ગયા. આ અંગે ડિકીએ કહ્યું હતું કે- બધા તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેઓ આવ્યાં નહીં. જોકે તેમની પુત્રી અને પતિ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Related Post