આમંત્રણ કાર્ડમાં સાંસદ-ધારાસભ્યના મતવિસ્તાર ખોટા: વીર દેવાયત બોદર મેમોરિયલના કાર્યક્રમમાં ભૂલ, ધારાસભ્યે કહ્યું- 'જો અધિકારી આવી ભૂલ કરે તો બીજા વિકાસની શું અપેક્ષા રાખી શકાય?'

આમંત્રણ કાર્ડમાં સાંસદ-ધારાસભ્યના મતવિસ્તાર ખોટા:વીર દેવાયત બોદર મેમોરિયલના કાર્યક્રમમાં ભૂલ, ધારાસભ્યે કહ્યું- 'જો અધિકારી આવી ભૂલ કરે તો બીજા વિકાસની શું અપેક્ષા રાખી શકાય?'
Email :

જૂનાગઢના ઉપરકોટ ખાતે આગામી 10 એપ્રિલ 2025ના રોજ વીર દેવાયત બોદર મેમોરિયલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં ગંભીર ભૂલ સામે આવી છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને ગીર સોમનાથના ધારાસભ્ય તરીકે અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ગીર સોમનાથના સાંસદ તરીકે

દર્શાવવામાં આવ્યા છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ આ ભૂલ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય કક્ષાના સરકારી કાર્યક્રમમાં આવી ભૂલ અસ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું કે ગીર સોમનાથ કોઈ લોકસભા બેઠક જ નથી, જૂનાગઢ લોકસભા બેઠક છે. કોરડીયાએ વધુમાં જણાવ્યું કે જો અધિકારીઓને સાંસદ અને ધારાસભ્યના મતવિસ્તારની જાણકારી ન હોય તો તેમની પાસેથી વિકાસકાર્યોની અપેક્ષા કેવી રીતે રાખી

શકાય. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રતિભાવો આપી રહ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે નામની ભૂલ મહત્વની નથી, પરંતુ અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રની માહિતી રાખવી જરૂરી છે. શાસક પક્ષના નેતા તરીકે આવી બાબતો સાંભળવી પડે તે દુઃખદ છે. તેમણે આ અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદ પણ કરી હતી.

Leave a Reply

Related Post