10મા સ્થાનથી બચવા માટે બન્ને ટીમ ઉતરશે: આજે CSK Vs RR વચ્ચે મેચ; હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં ચેન્નઈનો રાજસ્થાન સામે દબદબો

10મા સ્થાનથી બચવા માટે બન્ને ટીમ ઉતરશે:આજે CSK Vs RR વચ્ચે મેચ; હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં ચેન્નઈનો રાજસ્થાન સામે દબદબો
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો મુકાબલો રાજસ્થાન રોયલ્સ (RR) સામે થશે.મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ ટુર્નામેન્ટમાંથી પહેલેથી જ બહાર થઈ ચૂકી છે. આ સિઝનમાં RR અને CSK બીજી વખત એકબીજા સામે રમશે. 30 માર્ચે ગુવાહાટી સ્ટેડિયમમાં રાજસ્થાને 6 રનથી જીત મેળવી હતી. રાજસ્થાનની આ સિઝનની છેલ્લી મેચ હશે. ટીમે 13 મેચમાં માત્ર 3 જીત હાંસલ

કરી છે અને તે નવમા સ્થાને છે. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સ તેની 13મી મેચ રમશે. CSK આ સિઝનમાં 9 હાર બાદ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબરે છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વખત એકબીજા સામે રમશે. મેચ ડિટેઇલ્સ, 62મી મેચ CSK Vs RR તારીખ: 20 મે સ્ટેડિયમ: અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ, દિલ્હી સમય: ટૉસ - 7:00 PM, મેચ શરૂ - 7:30 PM હેડ ટુ હેડમાં ચેન્નઈનો દબદબો બંને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી

30 મેચમાં CSKનો દબદબો રહ્યો છે. ચેન્નઈએ 16 અને RRએ 14 મેચમાં જીત મેળવી છે. જોકે, 2022થી રમાયેલી બંને ટીમ વચ્ચેની પાંચ મેચમાં RRએ ચાર મેચમાં જીત હાંસલ કરી છે. નૂર IPL-18ના બીજો ટોચનો વિકેટ ટેકર ચેન્નઈ માટે આ સિઝનનું સૌથી મોટું સકારાત્મક પાસું અફઘાની ચાઇનામેન સ્પિનર નૂર અહમદની બોલિંગ રહી છે. ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે, પરંતુ નૂરે 12 મેચમાં 20 વિકેટ લઈને સિઝનના બીજા ટોચના વિકેટ ટેકર

તરીકે સ્થાન મેળવ્યું છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 18 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું છે. બેટિંગ વિભાગમાં મિડલ ઓર્ડર બેટર શિવમ દુબે ટીમ માટે શ્રેષ્ઠ બેટર રહ્યો છે. તેણે 12 મેચમાં 301 રન બનાવ્યા છે. દુબે સિવાય કોઈ અન્ય બેટર 300થી વધુ રન બનાવી શક્યો નથી. બીજી તરફ, ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માટે આ વર્ષની IPL ઠીક-ઠાક રહી છે. જોકે, રાજસ્થાનના બેટર્સ સામે જાડેજાનો રેકોર્ડ સારો છે. રાજસ્થાનના કેપ્ટન

સંજૂ સેમસનને જાડેજાએ 3 વખત આઉટ કર્યો છે, જ્યારે સેમસન તેની સામે માત્ર 131ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી શકે છે. જાડેજાએ વાનિન્દુ હસરંગાને પણ 3 વખત આઉટ કર્યો છે, જ્યારે શિમરોન હેટમાયર પણ તેનો બે વખત શિકાર બની ચૂક્યો છે. યશસ્વી શાનદાર ફોર્મમાં રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે તેની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. તે હાલની સિઝનમાં અત્યાર સુધી 13 ઇનિંગ્સમાં 43.58ની સરેરાશ અને 158.00ના સ્ટ્રાઇક રેટથી 523 રન બનાવી

ચૂક્યો છે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તેને જોરદાર સાથ આપ્યો છે. તેણે 6 મેચમાં 219+ના સ્ટ્રાઇક રેટથી 195 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. ટીમના મિડલ ઓર્ડરનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ટીમે એક ભૂલ વારંવાર દોહરાવી છે. ઉદાહરણ તરીકે, રવિવારે પંજાબ કિંગ્સ સામે ટીમે શરૂઆતની 5 ઓવરમાં 70થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં ટીમ મેચ હારી ગઈ. બોલિંગ વિભાગમાં જોફ્રા આર્ચરની ગેરહાજરીથી ટીમ સમસ્યાઓનો

સામનો કરી રહી છે. છેલ્લી મેચમાં ટીમના ફઝલહક ફારૂકી, ક્વેના મફાકા અને તુષાર દેશપાંડે ખર્ચાળ સાબિત થયા હતા. શ્રીલંકાના સ્પિનર મહિશ થિક્સાના અને વાનિન્દુ હસરંગા પણ અપેક્ષા મુજબ ટીમ માટે રમી શક્યા નથી. પિચ રિપોર્ટ અરુણ જેટલી સ્ટેડિયમ બેટર્સ માટે મદદરૂપ સાબિત થાય છે. ઘણી વખત બીજી ઇનિંગમાં અહીં સ્પિનરોને પણ મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 95 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 45 મેચ જીતી છે,

જ્યારે બીજી ઇનિંગની ટીમે 47 મેચ પોતાના નામે કરી છે. બાકી રહેલી 3 મેચ નો રિઝલ્ટ રહી છે. અહીં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 174 છે. જ્યારે કોઈ ટીમે બનાવેલો સૌથી વધુ ટોટલ 266 રન છે. સ્ટેડિયમનો સૌથી વધુ રન ચેઝ 219 છે. હવામાન સ્થિતિ ચેન્નઈ અને રાજસ્થાનની મેચમાં વરસાદની શક્યતા લગભગ નથી. જોકે, ચાહકો અને ખેલાડીઓને ગરમી જરૂરથી પરેશાન કરશે. આજે દિલ્હીમાં તાપમાન 39 થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શેખ રશીદ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, રવિચંદ્રન અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહમદ, મથિશ પથિરાના અને શિવમ દુબે. રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, વાનિન્દુ હસરંગા, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે, આકાશ મધવાલ, ફઝલહક ફારૂકી અને યુદ્ધવીર સિંહ ચરક.

Leave a Reply

Related Post