છેલ્લા નંબરે રહેલી CSKએ ટેબલટોપર GTને હોમગ્રાઉન્ડમાં હરાવ્યું: 83 રનથી જીત્યું; હવે ગુજરાત લખનઉ ભરોસે, જાણો ટૉપ-2માં ફિનિશ કરવાના ચારેય ટીમના સમીકરણો

છેલ્લા નંબરે રહેલી CSKએ ટેબલટોપર GTને હોમગ્રાઉન્ડમાં હરાવ્યું:83 રનથી જીત્યું; હવે ગુજરાત લખનઉ ભરોસે, જાણો ટૉપ-2માં ફિનિશ કરવાના ચારેય ટીમના સમીકરણો
Email :

ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2025ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 83 રનથી હરાવ્યું. ગુજરાતને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 14 લીગ મેચમાં ટીમે 18 પોઈન્ટ મેળવ્યા છે. હાલમાં, હાર છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રવિવારની પ્રથમ મેચમાં 231 રનનો ટાર્ગેટ ચેઝ કરવા રમતી ગુજરાતની ટીમ 18.3

ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. નૂર અહમદ અને અંશુલ કંબોજે 3-3 વિકેટ ઝડપી. રવીન્દ્ર જાડેજાને બે વિકેટ મળી. ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને સૌથી વધુ 41 રન બનાવ્યા. અરશદ ખાને 20 રનનું યોગદાન આપ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે 20 ઓવરમાં 5

વિકેટે 230 રન બનાવ્યા. રવીન્દ્ર જાડેજા 21 રન બનાવીને નોટઆઉટ રહ્યો. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 23 બોલમાં 57 રનની ઇનિંગ રમી. ડેવોન કોનવે (52 રન)એ પણ અડધી સદી ફટકારી. ઓપનર આયુષ મ્હાત્રેએ 34 અને ઉર્વિલ પટેલે 37 રન બનાવ્યા. GTના પ્રસિદ્ધ ક્રિષ્નાને બે વિકેટ મળી. IPL 2025 ટૉપ-2 ફિનિશના સમીકરણ:

Leave a Reply

Related Post