2018થી ચેન્નઈને ઈડન ગાર્ડન્સમાં હરાવી શકી નથી કોલકાતા: આજે KKR Vs CSK વચ્ચે મુકાબલો, મેચ દરમિયાન ભારે વરસાદની આગાહી

2018થી ચેન્નઈને ઈડન ગાર્ડન્સમાં હરાવી શકી નથી કોલકાતા:આજે KKR Vs CSK વચ્ચે મુકાબલો, મેચ દરમિયાન ભારે વરસાદની આગાહી
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે કોલકાતા નાઇટરાઇડર્સ (KKR)નો મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) સામે થશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ચેન્નઈ સામે કોલકાતાની છેલ્લી જીત અહીં 2018માં મળી હતી. આ સિઝનમાં બંને ટીમ બીજી વખત સામસામે આવશે. અગાઉની મેચમાં કોલકાતાએ ચેન્નઈને 8 વિકેટથી હરાવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાનું આ સિઝનમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમે 11 મેચમાંથી 5 મેચ જીતી અને 5

હારી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ટીમ પાસે 11 પોઇન્ટ છે. કોલકાતાને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી જરૂરી છે. બીજી તરફ, ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ છે. ટીમે 11 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ મેળવ્યા છે. મેચ ડિટેઇલ્સ, 57મી મેચ KKR Vs CSK તારીખ: 7 મે સ્ટેડિયમ: ઈડન ગાર્ડન્સ, કોલકાતા સમય: ટૉસ - 7:00 PM, મેચ શરૂ -

7:30 PM હેડ ટુ હેડમાં કોલકાતા પર ચેન્નઈ ભારે IPLમાં બંને ટીમ વચ્ચે 33 મેચ રમાઈ છે. આમાં ચેન્નઈએ 20 અને કોલકાતાએ 12 મેચ જીત્યા છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ, જેમાં હોમ ટીમ KKRએ 4 અને CSKએ 6 મેચ જીતી. ચેન્નઈ સામે કોલકાતાની છેલ્લી જીત અહીં 2018માં મળી હતી. ત્યારબાદ 2 મેચ રમાઈ, બંને ચેન્નઈએ

જીતી. રહાણે ટૉપ સ્કોરર, ચક્રવર્તીના નામે 15 વિકેટ ​​​​​​​ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા આ સિઝનમાં અપેક્ષા મુજબ રમી શકી નથી. ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે સિવાય કોઈ બેટર પ્રભાવ છોડી શક્યું નથી. કોલકાતાના સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ અય્યર આ સિઝનમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો, જેણે 11 મેચમાં માત્ર 142 રન બનાવ્યા. રહાણે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે, જેણે 146ના સ્ટ્રાઈક રેટથી 327 રન બનાવ્યા અને 3 અડધી સદી ફટકારી.

જોકે, વિસ્ફોટક બેટર આન્દ્રે રસેલ ફોર્મમાં પરત ફર્યો છે અને તેણે છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી KKRનો ટૉપ વિકેટ ટેકર છે, જેણે 11 મેચમાં 15 વિકેટ લીધી. ચક્રવર્તીએ 7.23ના ઇકોનોમી રેટથી રન આપ્યા. ફાસ્ટ બોલર્સમાં હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ 13-13 વિકેટ લીધી, જ્યારે સુનીલ નારાયણે 10 વિકેટ ઝડપી. જાડેજા ટૉપ બેટર, નૂર ટૉપ બોલર ચેન્નઈના બેટર્સ માટે આ સિઝન ખાસ રહી નથી.

ટીમના માત્ર બે ડાબોડી બેટર, શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજાએ 200થી વધુ રન બનાવ્યા છે. જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા, જેણે 137ના સ્ટ્રાઈક રેટથી 260 રન ફટકાર્યા છે. જોકે, ટીમ માટે યુવા બેટર શેખ રશીદ, આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ચાઈનામેન સ્પિનર નૂર અહમદ ચેન્નઈનો મુખ્ય બોલર છે. તેણે 11 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તેના પછી ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ

અહમદે 14 અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ મથીશ પથિરાનાએ 12 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ ​​​​​​​ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટર્સ માટે મદદરૂપ સાબિત થાય છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 99 IPL મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 42 અને ચેઝ કરનારી ટીમે 56 મેચ જીતી છે. આ સ્ટેડિયમનો સૌથી ઊંચો ટીમ સ્કોર 262/2 છે, જે પંજાબ કિંગ્સે ગત સિઝનમાં કોલકાતા સામે બનાવ્યો હતો. આ સિઝનમાં અહીં 6 મેચ

રમાઈ છે. 4 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 1 મેચમાં ચેઝ કરનારી ટીમ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. હવામાન સ્થિતિ 7 મેના રોજ કોલકાતાનું હવામાન સારું રહેવાનું નથી. કેટલાક વિસ્તારોમાં સવારે તોફાન અને ત્યારબાદ બપોરે ક્યારેક વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આખો દિવસ વાદળછાયું રહેશે, અને વરસાદની 57% શક્યતા છે. આ દિવસે અહીંનું તાપમાન 28થી 36 ડિગ્રીની વચ્ચે રહેવાની આશા છે. બન્ને ટીમની સંભવિત

પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, ખલીલ અહમદ, નૂર અહેમદ, મથીશા પથિરાના, અંશુલ કંબોજ.

Leave a Reply

Related Post