'મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું': બોલતા જ ધોની હસ્યો પણ ફેન્સ થયા ભાવુક, 'રાંચી જઈશ ને આરામ કરીશ'; રિટાયરમેન્ટનો આપ્યો સંકેત?, છેલ્લી મેચ પછી ધોનીએ શું કહ્યું?

'મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું':બોલતા જ ધોની હસ્યો પણ ફેન્સ થયા ભાવુક, 'રાંચી જઈશ ને આરામ કરીશ'; રિટાયરમેન્ટનો આપ્યો સંકેત?, છેલ્લી મેચ પછી ધોનીએ શું કહ્યું?
Email :

અમદાવાદમાં ગુજરાતનું હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...હોમ ટીમની લીગની છેલ્લી મેચ...છતાં બપોરની ગરમીમાં સ્ટેડિયમ ઘણું ભરેલું હતું...કારણ મહેન્દ્ર સિંહ ધોની. GTની મેચ હતી, છતાં તેમના જ હોમગ્રાઉન્ડમાં પીળી જ જર્સી જોવા મળતી હતી. કેપ્ટન તરીકે અથવા પ્લેયર તરીકે કદાચ છેલ્લી મેચ હશે, તે સમજીને પણ ફેન્સ ધોનીને જોવા પહોંચ્યા. ધોની બ્રિગેડે મેચ જીતી પણ ખરા... હવે બધા જ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા...સીટ પર ઊભા થઈને માહીને સાંભળવા માગતા હતા...કમેન્ટેટર હર્ષા ભોગલેના સવાલોના જવાબો ધોનીએ શું આપ્યા ચાલો તે જાણીએ... સવાલ: દર વખતની જેમ આજે પણ લોકો તમારી રાહ જોતા હતા...કેવું રહ્યું જીતીને? ધોનીનો જવાબ:

સારું રહ્યું. એમ તો ના કહી શકું કે સ્ટેડિયમ ભરેલું હતું પણ લોકો ઘણા હતા આવા મોટા સ્ટેડિયમમાં. આ વખતે અમારી સિઝન સારી રહી નથી, પણ આજે અમે સારું પરફોર્મ કર્યું. સવાલ: 2021માં મેં તમને પૂછ્યું હતું કે આવતા વર્ષે ધોની રમતા જોવા મળશે, ત્યારે તમે હા પાડી...2023માં પણ પૂછ્યું હતું કે શું આવતા વર્ષે ધોની રમતો જોવા મળશે, ત્યારે તમે જવાબ આપ્યો કે હા...હવે આજે હું ફરી પૂછું છું કે શું ફેન્સને ધોની જોવા મળશે આવતા વર્ષે..? ધોનીનો જવાબ: મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિનાનો સમય છે, મારે કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવું જરૂરી છે.

IPL માટે તમારે તમારા શ્રેષ્ઠ સ્તરે હોવું જોઈએ. જો ક્રિકેટરો પોતાના પ્રદર્શનને કારણે નિવૃત્તિ લેવા લાગે, તો કેટલાક 22 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જશે. હું રાંચી પાછો જઈશ, થોડી બાઇક રાઇડ્સનો આનંદ માણીશ. હું એમ નથી કહેતો કે હું જઉં છું, અને ન તો એમ કહું છું કે હું પાછો આવીશ. મારી પાસે સમય છે. હું તેના વિશે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. સવાલ: વૈભવે તે દિવસે તમને પગે લાગ્યો...તમને કેવું લાગ્યું? ધોનીનો જવાબ: કોઈ આવું કરે તો વૃદ્ધ જેવી ફિલિંગ આવે છે..તે મારા કરતા બરાબર 25 વર્ષ નાનો છે...મને સાચે જ એવું લાગ્યું કે હું ઘરડો થયો છું...

Leave a Reply

Related Post