ઇજાગ્રસ્ત ગઝનફરની જગ્યાએ મુજીબ મુંબઈ સાથે જોડાયો: IPL ટીમે તેને ₹2 કરોડમાં કરારબદ્ધ કર્યો; મેગા એનસોલ્ડ રહ્યો હતો

ઇજાગ્રસ્ત ગઝનફરની જગ્યાએ મુજીબ મુંબઈ સાથે જોડાયો:IPL ટીમે તેને ₹2 કરોડમાં કરારબદ્ધ કર્યો; મેગા એનસોલ્ડ રહ્યો હતો
Email :

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ, અફઘાન સ્પિનર ​​એએમ ગઝનફર પણ IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ટીમે ગઝનફરની જગ્યાએ અફઘાનિસ્તાનના ઓફ સ્પિનર ​​મુજીબ-ઉર-રહેમાનને સામેલ કર્યો છે. મુંબઈએ 24 વર્ષના મુજીબને 2 કરોડ રૂપિયામાં જોડ્યો છે. ટીમે મેગા ઓક્શનમાં 19 વર્ષીય ગઝનફરને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે મુજીબુ અનસોલ્ડ રહ્યો હતો. અહેવાલો અનુસાર, IPLની વર્તમાન સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. ઓપનિંગ મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે

રમાશે. મુજીબ છેલ્લા 4 વર્ષથી અનસોલ્ડ છે મુજીબ-ઉર-રહેમાનને છેલ્લા ચાર વર્ષથી કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલા મેગા ઓક્શનમાં પણ તેને કોઈ પણ ટીમમાં સ્થાન મળ્યું ન હતું. મુજીબ 2018 થી 2021 દરમિયાન IPLનો ભાગ રહ્યો છે. તે IPLમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે ત્રણ સીઝન અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે એક સીઝન રમી ચૂક્યો છે. તેણે 19 IPL મેચમાં 19 વિકેટ ઝડપી છે. 2018માં, મુજીબે પંજાબ માટે

11 મેચમાં 14 વિકેટ લીધી. 2021માં, તેને હૈદરાબાદ તરફથી માત્ર એક જ મેચ મળી. તેમાં તેણે 29 રન આપીને બે વિકેટ લીધી. મુજીબે SA20માં 14 વિકેટ લીધી હતી મુજીબ સાઉથ આફ્રિકન લીગ SA20 રમ્યા પછી આવી રહ્યો છે. તેણે પાર્લ રોયલ્સ માટે 12 મેચમાં માત્ર 6.77 ની ઇકોનોમી સાથે 14 વિકેટ લીધી. તે ટુર્નામેન્ટનો ટોપ-2 વિકેટ લેનાર બોલર છે. મુજીબે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2024માં ઝિમ્બાબ્વે સામે રમી હતી.

Related Post