મુંબઈ હુમલાનો દોષિત તહવ્વુર બપોર સુધીમાં ભારત પહોંચશે: અમેરિકાથી આવનારી ખાસ ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થશે; શાહ, જયશંકરે મીટિંગ કરી

મુંબઈ હુમલાનો દોષિત તહવ્વુર બપોર સુધીમાં ભારત પહોંચશે:અમેરિકાથી આવનારી ખાસ ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થશે; શાહ, જયશંકરે મીટિંગ કરી
Email :

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર, તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAW ની સંયુક્ત ટીમ બુધવારે એક ખાસ ફ્લાઇટમાં તહવ્વુર સાથે રવાના થઈ હતી. ફ્લાઇટ આજે બપોરે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. અહીંથી તેહવુરની ધરપકડ કરીને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેને ભારત દેશનિકાલ કરવામાં આવે તો તેના

પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે. તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને લોસ એન્જલસના અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન રાણાને ભારત લાવવા માટે ગૃહ મંત્રાલયમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર

અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે મીટિંગ કરી હતી. મુંબઈ હુમલામાં ભૂમિકા- હેડલીને મુંબઈમાં ઓફિસ ખોલવામાં મદદ કરી અમેરિકન સરકારે કહ્યું- રાણાની ભૂમિકા સાબિત થઈ યુએસ સરકારે કહ્યું, 'હેડલીએ જણાવ્યું હતું કે રાણાએ એક વ્યક્તિને હેડલી માટે દસ્તાવેજો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો જેથી મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઓફિસ ખોલવાની ખોટી કહાની સાચી સાબિત થાય. રાણાએ જ હેડલીને ભારત આવવા માટે વિઝા કેવી રીતે મેળવવો તે અંગે સલાહ આપી હતી. આ બધી બાબતો ઈમેલ અને અન્ય દસ્તાવેજો દ્વારા સાબિત થઈ છે.' અમેરિકી કોર્ટે અગાઉ પ્રત્યાર્પણ અરજી ફગાવી દીધી હતી 13

નવેમ્બર, 2024ના રોજ રાણાએ નીચલી અદાલતના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેને 21 જાન્યુઆરીએ ફગાવી દેવામાં આવી. અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. તહવ્વુરના પ્રત્યાર્પણ માટે ભારતે 5 પગલાં લીધાં માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ

કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો. હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે. તહવ્વુર પાકિસ્તાની સેનામાં ડૉક્ટર હતો, કેનેડિયન નાગરિક રાણાની ઓક્ટોબર 2009માં ધરપકડ કરવામાં આવી હતી ઓક્ટોબર 2009માં FBIએ તહવ્વુર રાણાની શિકાગો, અમેરિકાના ઓ'હેયર એરપોર્ટ પરથી ધરપકડ કરી.

તેના પર મુંબઈ અને કોપનહેગનમાં આતંકવાદી હુમલા કરવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. હેડલીની જુબાનીના આધારે તહવ્વુરને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2011માં રાણાને ડેનિશ અખબાર મોર્ગેનાવિસેન જિલેન્ડ્સ-પોસ્ટેન પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અખબારે 2005માં પયગંબર મુહમ્મદ પર 12 વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા. આ હુમલામાં એક કાર્ટૂનિસ્ટનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બીજા જ વર્ષે, 'ચાર્લી હેબ્દો' નામના ફ્રેન્ચ મેગેઝિન દ્વારા આ 12 કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યા, જેના બદલામાં 2015માં ચાર્લી હેબ્દોના કાર્યાલય પર હુમલો કરીને 12 લોકો માર્યા ગયા.

Leave a Reply

Related Post