મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લવાશે: અમેરિકાથી સ્પેશિયલ ફ્લાઇટ રવાના, મોડી રાત્રે લેન્ડ થશે; મુંબઈની જેલમાં રાખવામાં આવશે

મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લવાશે:અમેરિકાથી સ્પેશિયલ ફ્લાઇટ રવાના, મોડી રાત્રે લેન્ડ થશે; મુંબઈની જેલમાં રાખવામાં આવશે
Email :

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર તહવ્વુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે. પ્રત્યાર્પણ માટેની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. મુંબઈ અને દિલ્હીની જેલમાં રાખવાની તૈયારી ચાલી રહી છે. સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવે તો ત્યાં મને સજા આપવામાં આવશે. હું

ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં. તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે હાલમાં લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. 26 નવેમ્બર 2008ના રોજ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે, અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાણા-હેડલીએ મુંબઈ હુમલાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની

જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રાણા અને હેડલીએ આતંકવાદી ષડ્યંત્ર રચ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાના ષડ્યંત્રની યોજનામાં રાણાની મોટી ભૂમિકા હતી. રાણાની અપીલ 15 ઓગસ્ટ 2024એ ફગાવાઈ હતી પ્રત્યાર્પણના નિર્ણય સામે રાણાની અપીલ અમેરિકી અદાલતે 15 ઓગસ્ટે ફગાવી દીધી હતી. યુએસ કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. ભારતને સોંપવામાં ન આવે એ માટે પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાએ

યુએસ કોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવે ત્યારે હેબિયસ કોર્પસ પિટિશનનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે લોસ એન્જલસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ભારતે જે આરોપોના આધારે તહવ્વુરના પ્રત્યાર્પણની માગ કરી છે એના પર વિચાર કરીને તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી શકાય છે. તેની સામે ચુકાદો આવ્યા બાદ રાણાએ નવમી સર્કિટ કોર્ટમાં બીજી અરજી કરી હતી. આ અંગેનો નિર્ણય ગુરુવારે આવ્યો હતો, જેમાં હેબિયસ કોર્પસ પિટિશનનો અસ્વીકાર યથાવત્ રાખવામાં આવ્યો હતો. પેનલે જણાવ્યું હતું કે રાણાના ગુનાઓ યુએસ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો

હેઠળ આવે છે. ભારતે હુમલાને લઈને રાણા પર લાગેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો. હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ

પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે. થોડા દિવસ પહેલાં જ તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણથી બચવા નવી ચાલ અપનાવી હતી મુંબઈ હુમલા (26/11)ના દોષિત તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. રાણાની અરજી પર સુનાવણીની તારીખ 4 એપ્રિલ, 2025 નક્કી કરવામાં આવી છે. તેણે ફરીથી પ્રત્યાર્પણ પર રોક લગાવવા અપીલ કરી હતી. અગાઉ, જસ્ટિસ એલેના કેગને તેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post