સુરતમાં વધુ એક હત્યા થતા થતા રહી ગઈ, CCTV: અપશબ્દો બોલ્યાં બાદ ત્રણ યુવાન કાપડના વેપારી પુત્ર અને માતા પર તૂટી પડ્યા; મહિલાની છેડતી સાથે યુવકને માથામાં ચપ્પુ માર્યું

સુરતમાં વધુ એક હત્યા થતા થતા રહી ગઈ, CCTV:અપશબ્દો બોલ્યાં બાદ ત્રણ યુવાન કાપડના વેપારી પુત્ર અને માતા પર તૂટી પડ્યા; મહિલાની છેડતી સાથે યુવકને માથામાં ચપ્પુ માર્યું
Email :

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત્ રહેવા પામ્યો છે. કાપોદ્રામાં 17 વર્ષીય કિશોરની હત્યાને 24 કલાકથી વધુ સમય નહોંતો થયાં ત્યાં વરાછામાં અસામાજિક તત્વો દ્વારા વેપારી પુત્ર અને તેની માતા પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. ત્રણ યુવકે અપશબ્દો બોલ્યા બાદ વેપારી યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથામાં ચપ્પુનો ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે બચાવવા ગયેલી માતાને પણ માર મારતા ઇજા પહોંચી હતી. આ

સાથે છેડતી પણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. આ સાથે જ વરાછા પોલીસ દ્વારા તત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો હતો. બોલાચાલી બાદ માતા-પુત્ર પર હુમલો કર્યો મળતી માહિતી પ્રમાણે, પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં 34 વર્ષીય દીપેન (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે

કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે. બાઈક પર જતા ત્રણ અસામાજિક તત્વો સાથે ગત 15 એપ્રિલના રોજ દીપેનની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. યુવકને માથામાં ચપ્પુનો ઘા ઝીંકી દીધો આરોપીઓ હાર્દીક, ઉદય અને સતીષએ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દીપેનને ગડદા પાટુનો માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. દરમિયાન સતીષે દીપેનને છરીથી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્રણેય ઈસમોએ દીપેનને બચાવવા આવેલી

તેની માતા ઉપર મારી નાખવાના ઇરાદે પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો. આ સાથે તેમની છેડતી પણ કરી હતી. જતાં-જતાં મારી નાખવાની ધમકી આપી ત્રણેય યુવક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ

સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ બાદ ત્રણેયને ઝડપી પાડ્યાં વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી. ગણતરીના કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવિણભાઇ શાહ (ઉં.વ.24, ધંધો. નોકરી, રહેવાસી ઘર નં.103,બી/1 પહેલા માળે નંદ પાર્ક સોસાયટી અંકુર ચોકડી પાસે એ.કે.રોડ વરાછા સુરત), ઉદય જેતુભાઇ કોટીલા (ઉં.વ.22 ધંધો. નોકરી, રહે. ઘર નં.402 ચોથા માળે માધવ રેસીડેન્સી અંકુર ચોકડી પાસે

એ.કે.રોડ વરાછા સુરત) અને સત્યજીત ઉર્ફે સતીષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડા (ઉં.વ.30, ધંધો.હિરામજુરી, રહે.ઘર નં. 141 ધારા સોસાયટી રંગોલી ચોકડી પાસે વેલેન્જા ગામ ઉત્રાણ સુરત)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું સુરતમાં અસામાજિક તત્વોનું આતંક વધી રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું.

Leave a Reply

Related Post