મસ્કે મોદીને સ્પેસશિપનું કવચ ભેટમાં આપ્યું: આ અવકાશ યાનને અતિશય તાપમાન સામે રક્ષણ આપે છે; મોદીએ મેક્રોનનાં પત્નીને એન્ટિક મિરર ગિફ્ટ કર્યું

મસ્કે મોદીને સ્પેસશિપનું કવચ ભેટમાં આપ્યું:આ અવકાશ યાનને અતિશય તાપમાન સામે રક્ષણ આપે છે; મોદીએ મેક્રોનનાં પત્નીને એન્ટિક મિરર ગિફ્ટ કર્યું
Email :

ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને ઘણી ભેટો મળી અને તેમણે ઘણી ભેટો પણ આપી. અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કે મોદીને સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઇટ ટેસ્ટ 5ના હીટ શીલ્ડથી બનેલો મોમેન્ટો આપ્યો. આ કવચ અવકાશયાનને અતિશય તાપમાન સામે રક્ષણ આપે છે. મોદીએ

મસ્કનાં બાળકોને રવીન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, ધ ગ્રેટ આરકે નારાયણ કલેક્શન અને વિષ્ણુ શર્માની પંચતંત્ર પુસ્તક ભેટમાં આપ્યાં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને અવર જર્ની ટુગેધર પુસ્તક ભેટમાં આપ્યું. આ 320 પાનાંના પુસ્તકમાં 2019માં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમો અને 2020માં યોજાયેલા

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમોની તસવીરો છે. મસ્કે સ્ટારશિપના હીટ ટાઇલ મોમેન્ટો આપ્યો મસ્કનાં બાળકોને પંચતંત્ર સહિત ત્રણ પુસ્તક ભેટમાં આપ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પુસ્તક ભેટ આપ્યું ફ્રાન્સમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનાં બાળકોને ભેટ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને પ્રતિમા અને અરીસાની ભેટ

Related Post