'હું સાવ નકામી છું, 26 વર્ષે પણ કમાતી નથી': આમિર ખાનની પુત્રી આયરાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- માતા-પિતાએ મારા પર ઘણો ખર્ચ કર્યો છે

'હું સાવ નકામી છું, 26 વર્ષે પણ કમાતી નથી':આમિર ખાનની પુત્રી આયરાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- માતા-પિતાએ મારા પર ઘણો ખર્ચ કર્યો છે
Email :

આમિર ખાનની પુત્રી આયરા ખાન એક સમયે ડિપ્રેશનમાં હતી. તેની સાથે ડિલ કરતાં-કરતાં તેણે માત્ર 23 વર્ષની ઉંમરે ડિપ્રેશનથી પીડિત લોકો માટે અગાસ્તુ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. તાજેતરમાં પોતાની સફર વિશે વાત કરતી વખતે, આયરાએ જણાવ્યું હતું કે- તે 26 વર્ષની છે અને કંઈ કમાતી નથી તે વિચારીને ખૂબ ગુસ્સો આવે છે. આયરા ​​​​​પોતાને નકામી વ્યક્તિ માનવા લાગી છે. તાજેતરમાં આમિર ખાને તેની પુત્રી આયરા સાથે પિંકવિલાને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન આયરાને પૂછવામાં આવ્યું કે- શું માતા-પિતાને માફ કરવું સરળ છે? તેના જવાબમાં આયરાએ આમિર તરફ ઈશારો કરીને કહ્યું- હું તેમને

એટલો દોષ નથી આપતી જેટલો તે પોતાના પર લે છે. ઊલટાનું મારામાં જ કંઈ ખામી છે. મારી સમસ્યા એ છે કે મને ગુસ્સો કેવી રીતે અનુભવવો અને કેવી રીતે દર્શાવવો તે ખબર નથી. આયરાએ આગળ કહ્યું- મારી અંદર ખૂબ જ ગિલ્ટ અને ડર છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે- કઈ વાતનો? તો તેણીએ કહ્યું- ઘણી બાબતોનો, હું 26-27 વર્ષની છું, મારા માતા-પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ્યા છે અને હું દુનિયામાં એક નકામી વ્યક્તિ છું, કંઈ કરતી નથી. આયરાના આ નિવેદન પર આમિરે તેને અટકાવીને કહ્યું કે- માત્ર 23 વર્ષની ઉંમરે પોતાનું

ફાઉન્ડેશન અગાસ્તુ શરૂ કર્યું, આ ખૂબ મોટી વાત છે. એનો અર્થ એ છે કે તું લોકોને મદદ કરી રહી છે, તેમાંથી પૈસા નથી કમાઈ રહી. આયરાએ એમ પણ જણાવ્યું કે- જ્યારે તે માત્ર 12 વર્ષની હતી, ત્યારે તેની માતા રીના દત્તાએ તેને પહેલી વાર કાઉન્સેલિંગ માટે મોકલી હતી. આયરાએ કહ્યું કે તે આ કાઉન્સેલિંગ માટે જવા માંગતી નહોતી, પરંતુ ફક્ત ઇનકારના ડરને કારણે, તેને 3 વર્ષ સુધી સારવાર લેવી પડી. આમિરે એમ પણ કહ્યું છે કે- જ્યારે તે રીના દત્તાથી છૂટાછેડા લઈ રહ્યો હતો, ત્યારે તે એક મેરેજ કાઉન્સેલર પાસે ગયો હતો.

Leave a Reply

Related Post