'ફેમિલી મેન 3' એક્ટર રોહિત બાસફોરની ભેદી હત્યા: પરિવારનો આરોપ- મિત્રોએ બદલો લેવાની આડમાં કાવતરું ઘડ્યું; ઓટોપ્સી રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો

'ફેમિલી મેન 3' એક્ટર રોહિત બાસફોરની ભેદી હત્યા:પરિવારનો આરોપ- મિત્રોએ બદલો લેવાની આડમાં કાવતરું ઘડ્યું; ઓટોપ્સી રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો
Email :

મનોજ બાજપેયી અભિનીત સીરિઝ 'ફેમિલી મેન 3'માં જોવા મળેલા એક્ટર રોહિત બાસફોરનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. 27 એપ્રિલે રોહિત તેના મિત્રો સાથે આસામ પિકનિક પર ગયો હતો. જોકે, બાદમાં તેનો મૃતદેહ ગરભંગા જંગલમાં એક ઝરણાં પાસે મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજા થયેલી હતી. સિને વર્કર્સ એસોસિએશને આ મામલે કડક કાર્યવાહીની

માંગ કરી છે. રોહિત બસફોરા આસામનો રહેવાસી છે, જોકે તે કામ માટે મુંબઈમાં રહેતો હતો. થોડા સમય પહેલા તે રજા માણવા ઘરે ગયો હતો. રોહિતના પરિવારે પોલીસને જણાવ્યું છે કે- રવિવારે (27 એપ્રિલ) બપોરે લગભગ 12:30 વાગ્યે, તે તેના મિત્રો સાથે ટ્રિપ પર ગયો હતો. સાંજે જ્યારે તેમના પરિવારના સભ્યોએ તેને ફોન કર્યો ત્યારે તેનો

ફોન લાગતો નહોતો. સાંજે, રોહિતના એક મિત્રએ પરિવારને તેના મૃત્યુની જાણ કરી. પરિવારને જાણ કરનાર છોકરાએ કહ્યું હતું કે- તે ધોધ પરથી પડી ગયો હતો. પરિવારે તાત્કાલિક SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ને જાણ કરી, ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરિવારનો દાવો - મિત્રોએ કાવતરું

રચીને તેની હત્યા કરી રોહિત બાસફોરના પરિવારે તેના મિત્રો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. રોહિતની માતાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે- થોડા સમય પહેલા તેનો તેના મિત્રો સાથે પાર્કિંગ જેવી નાની બાબત પર ઝઘડો થયો હતો, ત્યારબાદ તેના ત્રણ મિત્રોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. રોહિતનો મૃતદેહ મળી આવ્યો ત્યારથી, તેની સાથે ટ્રિપ પર ગયેલા

તેના ત્રણ મિત્રો ફરાર છે. તે લોકોના નામ રણજીત બાસફોર, અશોક બાસફોર અને ધરમ બાસફોર જણાવવામાં આવી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે આ ત્રણ મિત્રો સાથે, જીમ ટ્રેનર અમરદીપ પણ સામેલ હતો, જે રવિવારે રોહિતને ટ્રિપ માટે બોલાવવા આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં શરીર પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા ઓરિસ્સા બાઈટના રિપોર્ટ મુજબ, રોહિત બાસફોરનો ઓટોપ્સી

રિપોર્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, રોહિતને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. તેના ચહેરા, માથા અને શરીરના વિવિધ ભાગો પર અનેક ઈજાના નિશાન છે. સિને વર્કર્સ એસોસિએશને આસામના મુખ્યમંત્રીને તપાસ માટે અપીલ કરી રોહિત બાસફોરના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને આસામના મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી છે.

Leave a Reply

Related Post