નારણપુરા હિટ એન્ડ રનનો આરોપી 32 કલાકે ઝડપાયો: અમેરિકાથી થોડા દિવસ પહેલા જ આવેલા યુવકે ક્રેટા કારથી ટક્કર મારી બાઇકચાલકનો જીવ લીધો, CCTV સામે આવ્યાં

નારણપુરા હિટ એન્ડ રનનો આરોપી 32 કલાકે ઝડપાયો:અમેરિકાથી થોડા દિવસ પહેલા જ આવેલા યુવકે ક્રેટા કારથી ટક્કર મારી બાઇકચાલકનો જીવ લીધો, CCTV સામે આવ્યાં
Email :

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 13મેના રાતના સમયે ક્રેટા ગાડીએ બાઈક પર જતા બે યુવાનને ટક્કર મારી હતી, જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા ત્યાં અચાનક આજે (15 મે) સવારે પોલીસે કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. આ સાથે અકસ્માતના

સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું નારણપુરામાં રહેતો બ્રિજેશ ડોડીયા નામનો યુવક તેના મિત્ર આર્યન બારડના બાઇક પર રાતે 11 વાગ્યે અમીકુંજ સોસાયટી ચાર રસ્તા પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે એક ક્રેટા ગાડીએ પૂરઝડપે આવીને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇકચાલક આર્યનને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે બ્રિજેશને સામાન્ય ઇજા થઈ હતી. બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ

જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આર્યનનું મોત થયું છે. બનાવ અંગે B ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અકસ્માત કરનાર ક્રેટા કાર કોઈ યુવતી ચલાવતી હોવાનું અનુમાન હતું. અકસ્માત કરનાર કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. પોલીસે કારના નંબરના આધારે તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ પાસે કારનો

નંબર હોવા છતાં બનાવના 24 કલાક સુધી આરોપી પકડાયો નહોતો. સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા. કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ આજે સવારે 8:20 વાગ્યે પોલીસે કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી છે. આરોપીની ઉમર 19 વર્ષની છે. આરોપી સદભાવ સોસાયટી નારણપુરા ખાતે રહેતો હતો. આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

છે. આરોપી થોડા દિવસ અગાઉ જ અમેરિકાથી આવ્યોઃ DCP ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર સમર્થ અકસ્માતના દિવસે તેની સાથે ગાડીમાં પડોશી યુવતી સાથે નીકળ્યો હતો. અકસ્માત સમર્થે જ કર્યો હતો. ફરિયાદીને શંકા હતી કે, સમર્થે વાહન ચલાવતો હતો કે યુવતી, જેથી તે મામલે તપાસ કરવામાં આવી છે. પોલીસે આખો દિવસ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આરોપી અકસ્માત બાદ તરત જ પોલીસ

સ્ટેશનમાં હાજર થયો હતો. આરોપી દારૂ પીધેલી હાલતમાં લાગતો ન્હોતો. જોકે, બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોપી અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે. થોડા દિવસ અગાઉ જ તે અમદાવાદ આવ્યો છે અને 3-4 મહિનામાં તે અમેરિકા પરત જશે. આ પણ વાંચો: ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, નારણપુરામાં કાર ચાલકે ટક્કર મારી બાઇક ચાલકનો જીવ લીધો, રીંગરોડ પર યુવકના માથા પરથી વાહન ફરી જતા મોત

Leave a Reply

Related Post