"સલમાનના 'બિગ બોસ'ને મેં TRP અપાવી": 6 વર્ષે કમબેક કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, 'કપિલ શર્માને મારા લીધે પહેલો સ્વતંત્ર શો મળ્યો'

"સલમાનના 'બિગ બોસ'ને મેં TRP અપાવી":6 વર્ષે કમબેક કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, 'કપિલ શર્માને મારા લીધે પહેલો સ્વતંત્ર શો મળ્યો'
Email :

પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ કોમેડિયન અને એક્ટર કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં પાછા ફરી રહ્યા છે. ત્યારે શો પહેલા તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરીને ઘણી જૂની યાદો તાજી કરી છે. સિદ્ધુએ કહ્યું કે, 'સલમાન ખાનના શો બિગ બૉસને મેં

TRP અપાવી છે.' ઉપરાંત સિદ્ધુએ કહ્યું, ' કલર્સ ચેનલના પૂર્વ CEO રાજ નાયક મારાથી ખૂબ ખુશ હતા. તેથી, કપિલ શર્માને સ્વતંત્ર શો આપતા પહેલા, તેમણે એક શરત મૂકી હતી કે, કપિલને શો ત્યારે જ મળશે જો હું તે શોમાં જજ તરીકે જાઉં. જ્યારે કપિલે મને આ કહ્યું, ત્યારે હું સંમત થયો અને

અમે એક શાનદાર શો બનાવ્યો.' નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ લગભગ 6 વર્ષ પછી કપિલ શર્માના શોમાં પરત ફરી રહ્યા છે. 2019માં પુલવામા હુમલા દરમિયાન વિવાદમાં ફસાઈ ગયા બાદ સિદ્ધુએ શો છોડવો પડ્યો હતો. હવે તે આ શોમાં પોતાની વાપસીને 'ઘર વાપસી' ગણાવી રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુએ વીડિયોમાં શું કહ્યું...

Leave a Reply

Related Post