Netflix અચાનક થયુ બંધ, યુઝર્સ ભડક્યા:

Netflix  અચાનક થયુ બંધ, યુઝર્સ ભડક્યા
Email :

30 મેની સવારે, અમેરિકામાં Netflixના યુઝર્સને એક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો. હજારો લોકોએ જણાવ્યું કે તેઓ તેમની મનપસંદ ફિલ્મ કે વેબ સિરીઝ જોઈ શક્યા નથી.

આ આઉટેજને કારણે, 70,000 થી વધુ યુઝર્સઓએ સમસ્યાની જાણ કરી, જેમાંથી મોટાભાગના લોકોએ Netflix પર એક મેસેજ જોયો - આ મૂવી કે વેબસીરીઝ તાત્કાલિક જોવા માટે ઉપલબ્ધ નથી.

સમસ્યા ક્યાં અને કેવી રીતે ઊભી થઈ?

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય સમય મુજબ સવારે 7 વાગ્યાની આસપાસ Netflixમાં સમસ્યાઓના અહેવાલો અચાનક વધી ગયા. યુઝર્સએ જણાવ્યું કે તેઓ કોઈપણ વિડિઓ સ્ટ્રીમ નથી કરી શકતા. Netflixએ થોડા સમય પછી તેની સત્તાવાર સ્ટેટસ વેબસાઇટ પર સ્વીકાર્યું કે "કેટલાક ટાઇટલ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓ અનુભવી રહ્યા હોઈ શકે છે."

કેટલા યુઝર્સને આ સમસ્યા થઈ?

 આ આઉટેજની ટોચ પર 70,834 યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડયો છે.

• 85% યુઝર્સને વિડિઓ સ્ટ્રીમિંગમાં સમસ્યા થઈ હતી.

• 14% યુઝર્સને સર્વર સાથે કનેક્ટ થવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

• 1% યુઝર્સને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી.

દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, યુઝર્સએ આ મુદ્દા વિશે મીમ્સ અને રમુજી પોસ્ટ્સ શેર કરી, જેમાંથી કેટલીક વાયરલ પણ થઈ.

ભારતમાં Netflix સેવા સામાન્ય

Netflix યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આ આઉટેજના અહેવાલો ફક્ત યુએસ પૂરતા મર્યાદિત હતા. ભારતમાં એપ્સ, વેબસાઇટ્સ અને સ્ટ્રીમિંગ બધું જ સામાન્ય રીતે કામ કરતું રહ્યું.

Netflixએ આપી પ્રતિક્રિયા

Netflixએ તાત્કાલિક આઉટેજનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ટેકનિકલ ખામીનું કારણ શું હતું - શું તે સર્વર સંબંધિત સમસ્યા હતી કે નેટવર્ક સંબંધિત.

Leave a Reply

Related Post