ન્યૂ ગુજરાત એક્સપોઝ: કચ્છ યુનિવર્સિટીની ગેરકાયદે ભરતી પ્રક્રિયા સ્ટેચ્યુટની કલમ 21 અને 8 ના વિરૂદ્ધ છે, જે પૂરી રીતે ગેરકાયદે અને અવૈધ માનવામાં આવે છે!

ન્યૂ ગુજરાત એક્સપોઝ: કચ્છ યુનિવર્સિટીની ગેરકાયદે ભરતી પ્રક્રિયા સ્ટેચ્યુટની કલમ 21 અને 8 ના વિરૂદ્ધ છે, જે પૂરી રીતે ગેરકાયદે અને અવૈધ માનવામાં આવે છે!
Email :

પ્રતિપાલસિંહ ગોહિલ અને ઈમરાન હોથી દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં કેટલીક ગેરકાયદે ભરતી યોજાઇ છે, જેમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસર્સની ભરતીનો વિવાદ ઉઠી રહ્યો છે. ન્યૂ ગુજરાતને મળેલા પુરાવાઓ દર્શાવે છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ સ્ટેચ્યુટની કલમ 21 અને 8 નો ઉલ્લંઘન કર્યો છે. સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓની અવગણના કરી ઇન્ટરવ્યૂ કમિટીમાં બે સભ્યોને ખોટી રીતે શામેલ કરવામાં આવ્યા હતા, જેમાં એકને કમિટીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો

હતો. સુપ્રીમકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યુ હતું કે, જો સ્ટેચ્યુટના નિયમો વિરુદ્ધ કમિટીમાં કોઈને શામેલ કરવામાં આવે અને તે કમિટી દ્વારા ભરતી કરવામાં આવે, તો તે भर्ती ગેરકાયદે ગણાવા યોગ્ય છે. આ સ્થિતિમાં, કચ્છ યુનિવર્સિટીએ જે ગેરકાયદે ભરતી પ્રક્રિયા અપનાવી છે, તેમાં સ્ટેચ્યુટ અને દેશની ઉચ્ચ અદાલતના ચુકાદાનો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. હાલમાં, ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા નિમેલી સમિતિ આ મામલે તપાસ કરી રહી છે, અને સત્યતા ખુલાસા માટે

વધુ માહિતી બહાર આવી શકે છે. વિશેષ તે, 2024 ના ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટની કલમ 21 અનુસાર, માત્ર એફિલેટેડ અને એક્રેડિટેડ કોલેજના સંસ્થાપકો અથવા પ્રોફેસરો જ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે શામેલ થઈ શકે છે. આ નિયમના ઉલ્લંઘનને લઈ, પાટણ યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, અને હાઈકોર્ટે આ કલમના અમલ પર સ્ટે આપ્યો છે. જોકે, કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ બોર્ડમાં ગેરકાયદે સભ્ય તરીકે કિરણ આહીર અને કેશરા ટીંડોરિયાને સ્વીકાર્યા છે.

Leave a Reply

Related Post