ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર કાયલ જેમીસન પંજાબ કિંગ્સનો ભાગ બન્યો: કુસલ મેન્ડિસ બટલરની જગ્યાએ પ્લેઑફમાં રમશે; બેયરસ્ટો MI માટે રમી શકે છે

ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર કાયલ જેમીસન પંજાબ કિંગ્સનો ભાગ બન્યો:કુસલ મેન્ડિસ બટલરની જગ્યાએ પ્લેઑફમાં રમશે; બેયરસ્ટો MI માટે રમી શકે છે
Email :

IPLના બીજા તબક્કાની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સ, લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના કાયલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક અને શ્રીલંકાના કુસલ મેન્ડિસ ટુર્નામેન્ટની બાકીની મેચ રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો જોની બેયરસ્ટો પ્લેઑફમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી શકે છે. IPLનો બીજો તબક્કો 17 મેથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે, ટુર્નામેન્ટ 8 દિવસ માટે બંધ કરવામાં

આવી હતી. છેલ્લી મેચ 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમીસન લોકી ફર્ગ્યુસનનું સ્થાન લેશે પંજાબ કિંગ્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની જગ્યાએ તેના જ દેશના ફાસ્ટ બોલર કાયલ જેમિસનને ટીમમાં સામેલ કર્યો. ફર્ગ્યુસન હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જેમીસન 2 કરોડ રૂપિયામાં પંજાબનો ભાગ બન્યો. કુસલ મેન્ડિસ GT માટે પ્લેઑફમાં રમશે ગુજરાત ટાઇટન્સે જોસ બટલરની

જગ્યાએ વિકેટકીપર કુસલ મેન્ડિસને ટીમમાં સામેલ કર્યો. બટલર ઇંગ્લેન્ડ ટીમ તરફથી રમવા માટે 26 મેના રોજ પોતાના દેશ પરત ફરશે. GTનો છેલ્લી લીગ સ્ટેજ મેચ 25 મેના રોજ ચેન્નઈ સામે અમદાવાદમાં હશે. જો ટાઇટન્સ પ્લેઑફમાં પહોંચે છે, તો કુસલ મેન્ડિસ બટલરની જગ્યાએ ટીમમાં રમતો જોવા મળશે. તેને 75 લાખ રૂપિયાના ભાવે સામેલ કર્યો છે. મયંક યાદવ ફરી બહાર થયો લખનઉ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર

મયંક યાદવ ફરી એકવાર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડના વિલિયમ ઓ'રોર્કનો સમાવેશ થયો. મયંક પીઠની ઇજાથી પીડાઈ રહ્યો છે. ઓ'રોર્કને 3 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. બેયરસ્ટો વિલ જેક્સનું સ્થાન લઈ શકે છે મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર વિલ જેક્સ પણ 26 મેના રોજ ઇંગ્લેન્ડ પરત ફરશે. જો MI પ્લેઑફમાં પ્રવેશ કરે છે, તો ટીમ જેક્સની જગ્યાએ જોની બેયરસ્ટોનો સમાવેશ કરી શકે

છે. 50 IPL મેચ રમનાર બેયરસ્ટો મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ખેલાડીઓને રિટેન કરી શકાશે નહીં IPLએ નવી પોલિસીમાં જણાવ્યું છે કે ફ્રેન્ચાઇઝી બીજા તબક્કા માટે ખેલાડી રિપ્લેસમેન્ટ લઈ શકે છે. જોકે, જે પણ ખેલાડીઓ ટીમનો ભાગ બનશે, ટીમ આગામી સીઝન પહેલા તેમને જાળવી શકશે નહીં. તેનો અર્થ એ કે ઓ'રોર્ક, મેન્ડિસ, જેમીસન અને બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન આગામી સિઝન પહેલા મીની ઓક્શનમાં પ્રવેશ કરશે.

જેક ફ્રેઝર મેગર્કના સ્થાને મુસ્તફિઝુરને દિલ્હીની ટીમમાં સામેલ કર્યો છે. લીગ સ્ટેજ 27 મે સુધી ચાલશે IPLનો બીજો તબક્કો 17 થી 27 મે સુધી ચાલશે. 11 દિવસમાં 13 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 2 ડબલ હેડરનો પણ સમાવેશ થશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર 29 અને 30 મેના રોજ યોજાશે. ક્વોલિફાયર-2 1 જૂને અને ફાઈનલ 3 જૂને રમાશે. પ્લેઑફ મેચના સ્થળો હજુ નક્કી થયા નથી.

Leave a Reply

Related Post