Surendranagarમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારના વાહનના ઉપયોગને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:

Surendranagarમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારના વાહનના ઉપયોગને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Email :

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીમાં ઉમેદવાર/રાજકીય પક્ષો/ઉમેદવારના કાર્યકરો દ્વારા વાહનોના ઉપયોગ સંબંધે જરૂરી નિયમનો મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વાહનોનાં ખર્ચ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે

આ જાહેરનામાં અનુસાર, ચૂંટણીઓના સંબંધિત મતદાર વિભાગનાં ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય વાહનોનો ઉપયોગ કરી શકશે નહી. જે વાહનો અધિકૃત કરવામાં આવેલ હોય તેની પરવાનગીની ફરજીયાત અસલ પ્રત અધિકૃત કરેલ વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાય તે રીતે ચોંટડવાની રહેશે. વપરાશમાં લેવાયેલા વાહનોનાં ખર્ચ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.

જાહેરનામાંનાં ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે

આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, મીની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટો રીક્ષા, સ્કુટર વગેરેનો સમાવેશ થાય છે. આ જાહેરનામુ ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા. ૨૭.૦૬.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ – ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Related Post