કુખ્યાત બુટલેગર અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો: 28 ગુના અને દુષ્કર્મનો આરોપી રસિક જીણાને ગીર સોમનાથ LCBએ દબોચ્યો

કુખ્યાત બુટલેગર અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો:28 ગુના અને દુષ્કર્મનો આરોપી રસિક જીણાને ગીર સોમનાથ LCBએ દબોચ્યો
Email :

ગીર સોમનાથ એલસીબીએ કુખ્યાત બુટલેગર અને દુષ્કર્મના આરોપી રસિક જીણા બાંભણીયાને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. આરોપી ગોવાથી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ 25 પ્રોહિબિશન, 2 રાયોટિંગ-મારામારી અને એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે. ઊના, કોડીનાર અને નવાબંદર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ 28 ગુના નોંધાયેલા છે. 11 જાન્યુઆરીએ ઊનાના ખાણ ગામમાં એક પરણિત મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપીએ મહિલાને ફોન કરી પોતાના ફાર્મ હાઉસ નજીકની વાડીમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ

181ની મદદ માંગી'તી દુષ્કર્મ આચર્યા બાદ પરિણીત મહિલાની સ્થિતિ ખરાબ થતાં પ્રથમ 181 અભયમને ફોન કર્યો હતો. બાદમાં 108 મારફતે ઊના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા સમગ્ર ઘટના અંગે ઊના પોલીસને પોતાની વ્યથા ઠાલવી હતી. પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક યુવતીનું મેડિકલ કરાવી કુખ્યાત બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. ગીર સોમનાથ LCBના ASI ગોવિંદ વંશ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુભા બસીયાને મળેલી બાતમી અને ASI રામદેવસિંહ જાડેજાના ટેકનિકલ સોર્સિસથી આરોપીને ઝડપી લેવાયો હતો. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં -પોલીસની છત્રછાયા હેઠળ ઉછરેલાં

કુખ્યાત બુટલેગર દ્વારા દમણ વિસ્તાર માંથી મોટાપાયે દારૂનો જથ્થો મંગાવી બે જિલ્લાના મુખ્ય મંથકના તાલુકા ગ્રામિણ ક્ષેત્રોમાં મોટાં પાયે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરતો અને સંગઠિત બનીને ગુના આચરતો હતો. ઉનાનાં ખાણ ગામનો રસીક જીણા બાંભણીયા કુખ્યાત બુટલેગરની છાપ ધરાવતો હોય તેની સામે ઊના, કોડીનાર, નવાબંદર, જાફરાબાદ, તાલાલા પંથકના પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 27 જેટલાં દારૂ મારામારી અને રાયોટીંગ ગુના નોંધાયેલા છે, ત્યારે વધુ એક દુષ્કર્મનો ગુનો પરિણીત મહિલાએ નોંધાવતા ભારે ચકચાર જાગી હતી હાલ આરોપીને વેરાવળ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Post