મન્ડે પોઝિટિવ: હવે કચ્છના 4 શૌર્ય સ્થળની મુલાકાત લઇ દેશ કરશે ગર્વ

મન્ડે પોઝિટિવ:હવે કચ્છના 4 શૌર્ય સ્થળની મુલાકાત લઇ દેશ કરશે ગર્વ
Email :

હર્ષિલ પરમાર રક્ષામંત્રી રાજનાથ સિંહે ગત મહિને ‘ભારત રણભૂમિ દર્શન’ એપ લોન્ચ કરી હતી. જેના માધ્યમથી દેશના લોકો માટે ઐતિહાસિક યુદ્ધ ક્ષેત્રોની મુલાકાત સરળ બનશે. રણભૂમિ એપ દ્વારા લોકો આ સ્થળોની માહિતી મેળવી શકશે. હવે આ એપમાં સમાવેશ કરવામાં આવેલા કુલ 77 શૌર્ય સ્થળોની માહિતી પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પાંચ 77 શૌર્ય સ્થળો જેમાં કચ્છ, ભુજ, લખપત, કોટેશ્વર અને સુઇગામનો

સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસન મંત્રલય દ્વારા આ અંગે સંસદમાં રક્ષામંત્રાલયે આપેલી વિગત પ્રમાણે જણાવાયું હતું કે, ‘રણભૂમિ’ એપ અને ‘ભારત રણભૂમિ દર્શન’ પહેલ દેશના નાગરિકો માટે ઐતિહાસિક મહત્વના સ્થળો ખોલવા માટે શરૂ કરવામાં આવી છે. આ સ્થળો ભારતીય સશસ્ત્ર દળોના બલિદાનનું પ્રતીક છે. આ માટે 77 શૌર્ય ગંતવ્ય સ્થળોની રાજ્યવાર વિગતો જાહેર કરવામાં આવી છે. તથા આ સ્થળોએ પ્રવાસીઓની સુરક્ષા માટે પણ

પુરતા પગલા ભરવામાં આવશે. ભારતીય સેનાએ રાજ્ય સરકારો અને પર્યટન મંત્રાલય સાથે મળીને આ સ્થળોએ મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધા છે. સરહદી વિસ્તારોમાં લશ્કરી સંપર્ક અને સહાયતા બિંદુઓ બનાવાયા છે. ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં સલામતી અને મંજૂરી માટે સૈન્ય એકમો સાથે સંકલન જરૂરી રહેશે. સિંગલ વિન્ડો દ્વારા સુવિધા આપવામાં આવશે. હવામાન અને અનુકૂલન પ્રોટોકોલ અંગે પણ સલાહ આપવામાં આવશે. ચોક્કસ ઊંચાઈવાળા સ્થળોએ પ્રવેશ

નિયંત્રિત રહેશે. સુરક્ષા માટે ખાસ પરવાનગીઓ આપવામાં આવશે. કટોકટી સ્થિતિમાં તબીબી સહાય માટે જિલ્લા હોસ્પિટલો ઉપલબ્ધ રહેશે. તાત્કાલિક સારવાર માટે સેના દ્વારા કટોકટી સ્થળાંતર પ્રોટોકોલ અમલમાં મૂકાયો છે. ભારે હવામાન પરિસ્થિતિમાં દુર્ઘટના અટકાવવા માટે હવામાન સલાહ જારી કરવામાં આવશે. નાજુક ઇકોસિસ્ટમ સુરક્ષિત રહે તે માટે ટકાઉ પ્રવાસન પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ‘ભારત રણભૂમિ દર્શન’ પહેલ જાગૃતિ અને ડિજિટલ જોડાણ માટે કાર્ય કરશે. હાલ આ

સ્થળોએ યુદ્ધ સ્મારકો અને સંગ્રહાલયો જેવી કેટલીક સુવિધાઓ છે. માળખાગત સુવિધાઓમાં વધારો રાજ્ય સરકારોની યોજનાઓ હેઠળ કરવામાં આવશે. કચ્છમાં 1965 સરદાર ચોકી, 1971 ભુજ એરપોર્ટ જેવી યુદ્ધની શૌર્યગાથા કચ્છના મોરચે દેશના વીર જવાનોએ યુદ્ધોમાં દુશ્મનોને અનેક પ્રસંગોમાં ધૂળ ચાટતા કર્યા છે. જેમાં 1965માં સરદાર ચોકીના યુદ્ધ કે જેમાં ભારતની એક અર્ધ લશ્કરી ટુકડી પાકિસ્તાનની આખી લશ્કરી બ્રિગેડ પર ભારી પડી હતી. 9 એપ્રિલના ખેલાયેલા આ

યુદ્ધની બહાદૂરીની યાદ રાખવા આ દિવસે સીઆરપીએફ શૌર્ય દિવસ ઉજવે છે. 1971માં પાકિસ્તાને ભુજ હવાઇ મથક પર હુમલો કર્યો હતો. જોકે ભારતીય વાયુદળ અને માધાપરની વીરાંગના મહિલાઓએ યુદ્ધના ધોરણે રનવેની મરંમત કરી બતાવી હતી. 1971ના યુદ્ધમાં કચ્છ મોરચે ભારતીય સેનાએ પાકિસ્તાન પર ધાવો બોલી છેક નગરપારકર સુધીનો પ્રદેશ જીતી લીધો હતો.આ તમામ કિસ્સા અને સ્થળોને એપના માધ્યમથી પ્રવાસન સાથે જોડવામાં આવે તેવી સંભાવના છે.

Related Post