હવે ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ લાદ્યો: ચીનના 125% ટેરિફના જવાબમાં ભર્યુ પગલું, ચીને કહ્યું- અમે ટ્રેડ વોરથી ગભરાતા નથી

હવે ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ લાદ્યો:ચીનના 125% ટેરિફના જવાબમાં ભર્યુ પગલું, ચીને કહ્યું- અમે ટ્રેડ વોરથી ગભરાતા નથી
Email :

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. અમેરિકાએ હવે ચીન પર વધુ 100% ટેરિફ લાદ્યો છે. આ સાથે ચીની માલ પરનો કુલ ટેરિફ વધીને 245% થયો છે. ચીને 11 એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે નવો ટેરિફ લાદ્યો છે. અગાઉ, ચીને કહ્યું હતું કે હવે તે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કોઈપણ વધારાના ટેરિફનો જવાબ આપશે નહીં.

ચીને કહ્યું- અમે અમેરિકા સાથેના ટ્રેડ વોરથી ગભરાતા નથી અમેરિકા દ્વારા નવા ટેરિફની જાહેરાત બાદ ચીને કહ્યું કે અમે અમેરિકા સાથેનાં ટ્રેડ વોરથી ગભરાતા નથી. ચીને ફરી કહ્યું કે અમેરિકાએ વાટાઘાટો કરવી જોઈએ. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને વાટાઘાટો શરૂ કરવી પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે જો અમેરિકા ખરેખર વાતચીત અને સમાધાન દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા માંગે

છે, તો તેમણે બિનજરૂરી દબાણ, ધાકધમકી અને બ્લેકમેલ કરવાનું બંધ કરવું જોઈએ અને સમાનતા, આદર અને પરસ્પર હિતના આધારે ચીન સાથે વાત કરવી જોઈએ. ચીને બોઇંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી લેવાનો ઇનકાર કર્યો ગઈકાલે માહિતી પ્રકાશમાં આવી હતી કે ચીને તેની એરલાઇન્સને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બેઇજિંગે અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને

ડિવાઈસિસની ખરીદી રોકવાનો પણ આદેશ આપ્યો છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે. બોઇંગ એરોપ્લેન્સ એક અમેરિકન કંપની છે જે વિમાન, રોકેટ, સેટેલાઈટ, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલો બનાવે છે. આ કંપનીની સ્થાપના 15 જુલાઈ, 1916ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી. ઘણા દેશોની એરલાઇન્સ બોઇંગ દ્વારા બનાવેલા વિમાનોનો ઉપયોગ કરે છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી એક્સપેર્ટર અને વિશ્વની

ત્રીજી સૌથી મોટી ડિફેન્સ ડીલ કરતી કંપની છે. ચીને કિંમતી મેટલ્સનો પુરવઠો પણ બંધ કરી દીધો આ ટ્રેડ વોર વચ્ચે ચીને 7 કિંમતી મેટલ્સની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીન કાર, ડ્રોનથી લઈને રોબોટ અને મિસાઇલ સુધી બધું જ એસેમ્બલ કરવા માટે જરૂરી મેગ્નેટ એટલે કે ચુંબકના શિપમેન્ટ પણ ચીનના બંદરો પર બંધ કરી દેવામાં આવ્યા છે. આ સામગ્રી ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ

બિઝનેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વભરની મોટર વાહન, વિમાન, સેમિકન્ડક્ટર અને શસ્ત્રો બનાવતી કંપનીઓને તેની અસર થશે. આ મોંઘા થશે. 4 એપ્રિલના રોજ, ચીને આ 7 કિંમતી ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. ઓર્ડર મુજબ, આ કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલા ખાસ ચુંબક ફક્ત ખાસ પરવાનગી સાથે જ ચીનની બહાર મોકલી શકાય છે. વધુ એપડેટ કરી રહ્યા છીએ...

Leave a Reply

Related Post