Numerology: પૈસા કમાવવામાં એક્સપર્ટ, મહેનત કરવામાં શરમાતા નથી, હોય છે પૈસાદાર

Numerology: પૈસા કમાવવામાં એક્સપર્ટ, મહેનત કરવામાં શરમાતા નથી, હોય છે પૈસાદાર
Email :

અંકશાસ્ત્ર 1 થી 9 સુધીની સંખ્યાઓનું વર્ણન કરે છે. આ સંખ્યાઓ નવગ્રહ સાથે સંબંધિત છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ મારા માટે લકી નંબર છે. તો ઘણા લોકોને કોઇ નંબર પ્રત્યે અણગમો પણ હોય છે. ત્યારે આજે આપણે મૂળાંક 5ની વાત કરીએ. કે જે બુધ સાથે સંબંધિત છે. જે લોકોની જન્મ તારીખ

5, 1 અથવા 23 છે તેમની મૂળાંક 5 હોય છે. આ તારીખે જન્મેલા લોકો કેવા હોય છે આવો જાણીએ..

મહેનતુ હોય છે
અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળાંક નંબર 5 હોય છે. તેઓ બિઝનેસ ટાયકૂન હોય છે. આ ઉપરાંત આ લોકો પૈસાદાર હોય છે. તેઓ વ્યવસાયમાં યોગ્ય રીતે પૈસાનું રોકાણ કરે છે. આ લોકો વ્યવસાયમાં

પોતાના માઇન્ડનો ઉપયોગ કરીને ઘણા પૈસા કમાય છે. આ લોકો વ્યવસાયમાં જોખમ લેવામાં નિષ્ણાત હોય છે. ઉપરાંત આ લોકો સર્જનાત્મક અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં ક્યારેય શરમાતા નથી. આ લોકો મહેનતુ હોય છે.

દૂરંદેશી હોય છે
આ અંક સાથે જોડાયેલા લોકો પૈસાવાળા અને દૂરંદેશી હોય છે. ઉપરાંત,

બુધ ગ્રહ તેમને મહેનતુ અને બુદ્ધિશાળી બનાવે છે. આ લોકો ખૂબ જ સારા નેતા હોય છે અને દરેક જગ્યાએ ચમકતા હોય છે. ઉપરાંત તેમનું મજબૂત વ્યક્તિત્વ અન્ય લોકોને પ્રેરણા આપે છે. આ લોકો કંઈપણ પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણપણે દૃઢનિશ્ચયી હોય છે અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં ક્યારેય અચકાતા નથી.

છે લકી નંબર 

5 અંક સાથે જોડાયેલા લોકોનું કમ્યુનિકેશન ખૂબ જ મજબૂત હોય છે. આ લોકો થોડા રમૂજી હોય છે. 5 અંક ધરાવતા લોકો માટે બુધવાર, શુક્રવાર અને શનિવાર અત્યંત શુભ માનવામાં આવે છે. 5 અંક ધરાવતા લોકો માટે 5, 14, 23 અને 31 શુભ તારીખો છે.
(Disclaimer: આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા

વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Leave a Reply

Related Post